નેશનલ મેડિકલ કમિશન બીલનો IMAનો વિરોધ, 12 કલાક સ્વાસ્થ્ય સેવાઓ રહેશે ઠપ્પ

આઇએમએ બીલનો જોરદાર વિરોધ કરી રહ્યું છે, તેમના મતે, આ બીલમાં એવી જોગવાઇઓ છે, જેનાથી આયુર્વેદિક ડૉક્ટર્સને પણ મૉડર્ન મેડિસીન કરવાની પરમીશન મળી જશે. જ્યારે આના માટે ઓછામાં ઓછી એમબીબીએસની ક્વૉલિફિકેશન હોવી જરૂરી છે.
નવી દિલ્હીઃ આજે દેશભરના ડૉક્ટર્સ 12 કલાકની હડતાળ પર રહ્યાં છે. ડૉક્ટર્સ સરકારના નેશનલ મેડિકલ કમિશન બીલનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે. આ બીલના વિરોધમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પીટલના ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે, કેમકે ઇન્ડિયન મેડિકલ એસોશિએશને કાલે બંધનું એલાન આપ્યું હતું.
સરકાર આ બીલ મારફતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)ની જગ્યાએ નવી બૉડી નેશનલ મેડિકલ કમિશન એટલે (NMC) બનાવવા માગે છે. આઇએમએ એ આના વિરોધમાં આજે આખા દેશમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. આઇએમએ એ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાક રેગ્યુલર સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું.
નોંધીનીય છે કે ડૉક્ટર્સની હડતાળને લઇને દેશભરમાં કેટલીય ખાનગી અને પ્રાઇવેટ હૉસ્પીટલ પર અસર વર્તાઇ છે, આમાં ઓપીડી સેવાઓ પ્રભાવિત થઇ શકે છે પણ ઇમર્જન્સી અને ગંભીર સેવાઓ ચાલુ રહેશે.
બીલમાં ઓલ્ટરનેટિવ મેડિસીન (હોમિયોપેથી, આયુર્વેદ, યુનાની)ની પ્રેક્ટિસ કરવા વાળા ડૉક્ટરો માટે એક બ્રિજ કોર્સની પ્રપોઝલ મુકવામાં આવી છે, આમાં પ્રેક્ટિસ બાદ આયુષ ડૉક્ટર્સ મોડર્ન મેડિસીનની પ્રેક્ટિસ પણ કરી શકશે.
નોંધનીય છે કે, સરકારે ગયા શુક્રવારે સંસદમાં એનએમસી બીલ રજૂ કર્યું હતું અને આજે આ બીલ પર ચર્ચા થવાવી સંભાવના છે.