હવામાન વિભાગે ચોમાસુ સારું રહેવાની શક્યતા કરી વ્યક્ત, 97 ટકા પડી શકે છે વરસાદ
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદનું અનુમાન છે. વળી સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા 20 ટકા છે. રિપોર્ટ અનુસાર દુષ્કાળની શક્યતા ઝીરો ટકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે જણાવ્યું કે અલ-નીનોનું જોખમ ઘટ્યું છે. ચોમાસાની પહેલાથી અલ-નીનોની સ્થિતિ ન્યુટ્રલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેધર વેબસાઇટ સ્કાયમેટ દ્વારા આ વર્ષમાં ચોમાસુ સારું રહેવાની આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે ચોમાસાની સીઝનાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશના દરેક વિસ્તારમાં વરસાદ પડવાનું અનુમાન છે. આઇએમડીના રિપોર્ટમાં ઓછા વરસાદની સંભાવના એકદમ ઓછી છે. ચોમાસાની ચાલ અંગે આઇએમડીનું અનુમાન 15 મેના રોજ આવશે અને મોન્સૂન પર આગામી અપડેટ જૂનમાં આવશે. ગયા વર્ષે એપ્રિલમાં આઇએમડીએ 96 ટકા વરસાદનું અનુમાન આપ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર માટે ચાલુ વર્ષે ચોમાસુ સારા સમાચાર લઈને આવશે. હવામાન વિભાગે ચાલુ વર્ષે 97 ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સારા વરસાદના કારણે પાકના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -