✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટકમાં રાજકારણીઓએ 500 ને 1000ની નોટોના નિકાલનો શોધ્યો અફલાતૂન ઉપાય, જાણીને ચકરાઈ જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2016 12:58 PM (IST)
1

કાશીમાં રૂ. 500 અને 1,000ની નોટ બંધ થઈ હોવાના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાં ખરીદવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. અહીં રૂ. 500ની નોટના બદલામાં રૂ. 400 આપવામાં આવી રહી છે.

2

હોસ્પિટલમાં બનેલા મેડિકલ સ્ટોર પર બુધવારે સવારે એક દર્દીએ રૂ. 10ની નોટ માટે રૂ. 500ની નોટ ગીરવે રાખી હતી. દર્દી જસમીત સિંહે જણાવ્યું કે, તેણે જરૂરી દવા જોઈતી હતી. તેથી તેણે રૂ. 10ની નોટ માટે રૂ. 500ની નોટ ગીરવે રાખવી પડી હતી.

3

સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી યુપીના બરેલીમાં રસ્તાઓ પર લોકોએ રૂ. 500 અને 1,000ની નોટના અંતિમ સંસ્કાર કરી દીધા છે. લોકોએ ભેગા થઈને જાહેર રસ્તાઓ પર આ નોટનો ઢગલો કરીને તેને સળગાવી દેવાની ઘટના પણ જાણવા મળી છે.

4

કોલરમાં થઈ રહેલા આ કાર્યક્રમને લોન મેળો નામ આપવામાં આવી રહ્યું છે. આ લોન મેળામાં કોલરના ધારાસભ્યો અને અન્ય રાજકારણીઓ દ્વારા ગરીબ ખેડૂતોને રૂ. 500 અને 1,000ની નોટથી રૂ. 3 લાખ સુધીની લોનની આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોન મેળામાં દરેક વ્યક્તિને રૂ. 3-3 લાખની લોન આપવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે, અમુક સમય પછી તેમણે આ નાણાં નવી ચલણી નોટો પ્રમાણે પરત કરવાના રહેશે. આમ, કર્ણાટક, કોલરના ધારાસભ્યોએ તેમની જૂની નોટ નવી કરાવવાનો એક રસ્તો શોધી લીધો છે.

5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં જૂની 500-1000ની નોટને ચલણમાં ન લેવાનો આદેશ આપ્યા પછી સામાન્ય જનતાની હાડમારી વધી ગઈ છે. તેમની પાસે રહેલાં નાણાંને કેવી રીતે બદલવા અને ક્યાં વાપરવા તેની ચિંતાની વચ્ચે કર્ણાટકના કોલરનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકના કોલરમાં ધારાસભ્યો અને અન્ય રાજકારણીઓને અચાનક ગરીબ ખેડૂતો માટે પ્રેમ ઊભરાઈ આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પછી કોલરના ધારાસભ્યોએ તાત્કાલીક ગરીબ ખેડૂતોને રૂ. 3 લાખની લોન આપવાનું નક્કી કર્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકમાં રાજકારણીઓએ 500 ને 1000ની નોટોના નિકાલનો શોધ્યો અફલાતૂન ઉપાય, જાણીને ચકરાઈ જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.