In Detail: આ રીતે ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપીને પેટ્રોલ પંપ કરે છે છેતરપિંડી!
આ રીતે 10 લિટર પેટ્રોલ પર 35 રૂપિયાની ચોરી કરવામાં આવતી હતી.
એક લિટરમાં અંદાજે 50 મિલીમીટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું એટલે કે એક લિટર પર અંદાજે 3.5 રૂપિયાનો ચૂનો લાગતો હતો.
પરંતુ એવા ગ્રાહકોની કારમાં એક લિટર પેટ્રોલની જગ્યાએ 950 મિલીલિટર પેટ્રોલ જ આવતું હતું.
જ્યારે ગ્રાહક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે જાય ત્યારે તેની સામે તો 1 લિટર પેટ્રોલનું રિડિંગ બતાવતું હતું.
એટલું જ નહીં આ ઓટોમેટિક કેટેગરીનું ડિવાઈસ હતું. જેના દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવતી હતી.
આ ડિવાઈસને રિમોટ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવતું હતું.
પેટ્રોલ પંપમાં પેટ્રોલની છેતરપિંડી ચિપની સેટિંગને ઓપરેટ કરીને કરવામાં આવતી હતી.
આ ડિવાઈસમાં એવી ચિર લાગી હતી જે આ પ્રકારની ચોરીને અંજામ આપવામાં ચોરોની મદદ કરતી હતી.
આ રીતે પેટ્રોલ ચોરી કરનારું ડિવાઈસ વાહનમાં ઓછું પેટ્રોલ આપતું હતું.
પેટ્રોલ ચોરી કરનારાઓની પાસે એવા ડિવાઈસ પણ હતા જેથી ગ્રાહકોને ચોરીની ખબર ન પડે. ગ્રાહકને બોર્ડ પર એટલા લિટર જ દેખાતા હતા જેટલાની તેમણે ચૂકવણી કરી છે પરંતુ ખરેખર તો વાહનમાં એટલું જ પેટ્રોલ પૂરાતું હતું જેટલું આ ડિવાઈસ ઇચ્છતું હતું.
પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવીતો જાણવા મળ્યું કે લિટર પેટ્રોલમાં 50 મિનીલિટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું એટલે કે એક લિટર પેટ્રોલમાં અંદાજે 50 મિલીલિટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું એટલે કે, એક લિટરમાં અંદાજે 3.5 રૂપિયાનો ચૂનો લાગતો હતો.
ABP ન્યૂઝના સમાચારની અસરને ધ્યાનમાં રાખતા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું કે, પેટ્રોલ ચોરીમાં પકડવામાં આવેલ પેટ્રોલ પંપ પર કડક કાર્રવાઈ કરવામાં આવશે.
પેટ્રોલ દ્વારા તમારા ગજવા ખાલી કરવામાં આવે છે. લખનઉમાં પેટ્રોલ પંપ પર રેડ બાદ આ મોટો ખુલાસો થયો છે. યૂપી ATSએ લખનઉમાં ડઝનો જેટલા પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા, તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકો પાસેથી રૂપિયા તો પૂરા વસૂલવામાં આતા હતા પરંતુ તેને પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું.