વાપીઃ યુવકે સાથે કામ કરતી યુવતીને કહ્યુઃ આજે બહુ ઠંડી લાગે છે, ઠંડી દૂર કરવા એક નાઈટ આવી જા તો 5000 આપીશ......
આ અરજીની સાથે સાથે યુવતીએ મોબાઇલમાં રેકોર્ડિંગ કરેલી યુવકની અશ્લીલ વાતો પણ પોલીસને સંભળાવી હતી. જો કે આ બનાવમાં કંપનીના લોકો તથા મેનેજમેન્ટના માણસો વચ્ચે પડતાં યુવતી અને યુવક વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
વાપીમાં મોરાઇ સ્થિત એક કંપનીમાં યુવતી સાથે કામ કરતા યુવકે ફોન પર પહેલાં ગંદી વાતો કરી હતી. એ પછી તેણે કહ્યુ હતું કે, આજે બહુ ઠંડી લાગે છે, ઠંડીને દૂર કરવા માટે એક નાઇટ માટે આવી જાય તો તને 5,000 રૂપિયા આપીશ. યુવકે આવી અશ્લીલ વાતો કરતાં જ યુવતીએ 100 નંબર ડાયલ કરી ફરિયાદ કરી હતી.
આ અંગે વલસાડ પોલીસે વાપી ડુંગરા પોલીસને જાણ કરતાં ચણોદમાં રહેતા આ યુવકને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે યુવતીએ આ અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ નહોતી કરી પણ એક સાદી અરજી આપ્યા હોવાની માહિતી મળી છે.
વાપી: વાપીની એક કંપનીમાં કામ કરતી યુવતીને તેની સાથે કામ કરતા યુવકે ફોન કરીને અશ્લીલ વાતો કરી હતી. એટલું જ નહીં પણ તેણે યુવતીને કહ્યું હતું કે, મને એક રાત માટે સેક્સ માણવા દઈશ તો તને 5000 રૂપિયા આપીશ. યુવતીએ આ અંગે પોલીસમાં અરજી આપી હતી પણ પછી સમાધાન થઈ ગયું હતું.