મધ્યમ વર્ગને રાહત આપી શકે છે મોદી સરકાર, બજેટમાં થશે આ મોટી જાહેરાત!
નવી દિલ્હીઃ મધ્યમ વર્ગને રાહત આપતા નાણાં મંત્રી જેટલી આવકવેરા છૂટ મર્યાદામાં વધારીને બે ગણી કરી શકે છે. જે પગારદાર વર્ગ માટે 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા હોઈ શકે છે. જ્યારે મેડિકલ ખર્ચ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ ફરીથી શરૂ કરી શકે છે. તેનાથી નોટબંધીને કારણે બેહાલ મધ્યમ વર્ગને થોડી રાહત મળશે. 1 ફેબ્રુઆરી 2019ના રોજ બજેટ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે અંતરિમ બજેટમાં વધારે માગ પૂરી કરી શકાય એમ ન હોય તો પણ ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખતા મધ્યમ વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે. સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ટેક્સના માળખાને સુવ્યવસ્થિ બનાવવાની યોજના બનાવાવમાં આવી છે, જે કોઈપણ સ્થિતિમાં આગામી ડાયરેક્ટ ટેક્સ કોડને અનુરુપ હશે.
વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના રેટથી ટેક્સ લાગે છે. આ પછી 5 થી 10 લાખ રુપિયાની આવક પર 20 ટકા અને 10 લાખ રુપિયાથી વધારે આવક પર 30 ટકા પ્રમાણે ચેક્સ આપવાનો હોય છે. સુત્રોના મતે આ વખતે કોર્પોરેટ ટેક્સમાં ફેરફારની કોઈ સંભાવના નથીત. હાલ કોર્પોરેટ ટેક્સ એક ટકા લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -