તમારા હોલિડેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, મોદી સરકાર, બસ આટલું જ કામ કરવાનું રહેશે
જો તમારી તસવીર આવેલી તમામમાંથી બેસ્ટ હશે તો તમારે ન માત્ર ઓલ-એક્સપેન્સ હોલિડે પેકેજ જ મળશે પરંતુ તેની સાથે તમારી પાડેલી તસવીરને અતુલ્ય ભારતના કેમ્પેઇનમાં પણ વાપરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં બે વિજેતાની પસંદગી કરવામાં આવશે. પહેલા નંબર પર આવનારને 3 રાત/4 દિવસનું પેકેજ આપવામાં આવશે. જ્યારે બીજા નંબર પર આવનારને બે રાત/ત્રણ દિવસનું પેકેજ આપવામાં આવશે. બંન્ને પેકેજમાં વિનર સાથે અન્ય એક વ્યક્તિને સાથે લઇ જઇ શકાય છે. આમાં તસવીર જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર સુધીનો સમય છે. તે પહેલા તમારી એન્ટ્રી MyGov પર જમા કરાવવી પડશે. તસવીર પાડવા માટે કેટલા સૂચનો પણ આપવામાં આવ્યાં હોય છે તમારે તેને પણ ધ્યાનમાં રાખવા પડશે.
આ કોન્ટેસ્ટના બધા નિયમો અને શરતો https://static.mygov.in/rest/s3fs-public/mygov_153709956251553221.pdf પર ક્લિક કરીને જોઈ શકો છો. કરવાનું રહેશે. અહીંયા તમને બધી જ જાણકારી મળી રહેશે. આ આયોજન અંગે વધારે માહિતી મેળવવા માટે Mygov.in પર પણ લોગઇન કરી શકો છો.
તમારે માત્ર અતુલ્ય ભારત થીમના આધાર પર એક તસવીર પાડવાની રહેશે. તે તસવીરને મોદી સરકારને મોકલવાની રહેશે. તે જરૂરી છે કે તમારી તે તસવીર ક્યાંય બીજી જગ્યાએ વપરાયેલી ન હોવી જોઇએ કે ન આ તસવીર કોઇ કોપીરાઇટનું ઉલ્લંઘન કરતી હોવી જોઇએ.
પર્યટન મંત્રાલયે 'પર્યટન પર્વ ફોટો કોન્ટેસ્ટ'નું આયોજન કર્યું છે. તો તસવીર ખેંચવાના શોખીન હો તો તમે આ હોલિડે પેકેજનો ફાયદો ઉઠાવી શકો છો. આ કોન્ટેસ્ટને 'દેખો અપના દેશ' પણ નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશની 17થી પણ વધારે જગ્યા પર તમે વેકેશન મનાવી શકો છો. તમારા આ હોલિડે પેકેજનો પૂરો ખર્ચ મોદી સરકાર ઉઠાવશે. પરંતુ તેના માટે તમારે એક કામ કરવાનું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -