✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વીસ બેન્કમાંથી આપોઆપ સપ્ટેમ્બર-2018થી બેંક ખાતાની જાણકારી મળવા લાગશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Nov 2016 07:20 AM (IST)
1

નવી દિલ્હીઃ વિદેશમાં સંતાડવામાં આવેલ કાળાનાણાંની વિરૂદ્ધ ભારત સરકારના અભિયાનને વધારે મજબૂત બનાવતા એક મોટા ઘટનાક્રમમાં સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના બેંક ખાતા વિશે સપ્ટેમ્બર 2018થી આપોઆપ જાણકારીની આપ-લેની વ્યવસ્થા પર મંગળવારે સમહતી થઈ છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ વ્યવસ્થાને કાર્યાન્વિનત કરવા માટે બન્નેએ દેશ સંમત થયા છે. આ સમજૂતી અનુસાર સપ્ટેમ્બર પહેલા ખુલેલા ખાતાને આ જોગવાઈ લાગુ નહીં પડે.

2

આ કરાર અનુસાર સૌપ્રથમ માહિતીનો પ્રવાહ સપ્ટેમ્બર-૨૦૧૯માં આવશે. લોકસભાની ચૂંટણી વખતે પણ સ્વીસ બેન્કોમાં કાળા નાણાંનો મુદ્દો ચર્ચામાં હતો. હવે પંજાબની ચૂંટણી અગાઉ પણ ફરી આ મુદ્દો ચગ્યો છે. આમ આદમી પાર્ટીએ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિન્દરસિંઘ અને તેમના પરિવારના સભ્યોના સ્વીસ બેન્કોમાં ખાતા હોવાનો આક્ષેપ કરીને તેની વિગત જાહેર કરી છે.

3

ભારત અને સ્વીટ્ઝરલેન્ડ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લેના અમલ માટેના સંયુક્ત જાહેરનામા પર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્વીટ્ઝરલેન્ડે કહ્યું છે કે તે આપોઆપ માહિતી આપવા અંગેના વૈશ્વિક ધારાધોરણોનું પાલન કરશે. ભારત સાથેના તેના કરાર મુજબ તેની બેન્કોમાં કોઈપણ ભારતીયનું કાળું નાણું હશે તો તેની વિગત સપ્ટેમ્બર-૨૦૧૯થી મળતી થઈ જશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સ્વીસ બેન્કમાંથી આપોઆપ સપ્ટેમ્બર-2018થી બેંક ખાતાની જાણકારી મળવા લાગશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.