Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ- બે પોસ્ટ ફૂંકી મારી, 7 પાકિસ્તાની સૈનિકોના મોત
ત્યાર બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરૂદ્ધ દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાનના હુમલાની ટીકા કરતાં શહીદ થયેલ બન્ને ભારતીય સૈનિકોના મૃતદેહ સાથે બર્બરતાની ઘટનાને વખોડી કાઢી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા ભારતીય પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે ભારતીય જવાન શહીદ થયા હતા. શહીદ થનારા જવાનમાં નાયબ સૂબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર સામેલ છે. હુમલા બાદ સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય સૈનિકો સાથે બર્બરતા કરી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતે સોમવારે પાકિસ્તાનની બે પોસ્ટ પર હુમલો કર્યો. એક ન્યૂઝ ચેનલ અનુસાર ભારતે જવાબી કાર્રવાઈમાં બે પોસ્ટ ફૂંકી મારી છે જેમાં 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય સેનાએ કૃષ્ણા ખીણની પાસે બે પાકિસ્તાની કિરપાન અને પિંપલ પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ પોસ્ટ ભારતીય હુમલાને કારણે 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -