મોદી સરકારના ઘરે ઘરે વીજળી પહોંચાડવાના કામની વર્લ્ડ બેન્કે કર્યા વખાણ
વિશ્વ બેન્કમાં પ્રમુખ ઉર્જા અર્થશાસ્ત્રી વિવિયન ફોસ્ટર કહ્યું કે તેની સંસ્થાએ આ રિપોર્ટ ઘરેલૂ સર્વેક્ષણોના આધાર પર તૈયાર કરી છે. જ્યારે સરકારના આંકડા કનેક્શનો પર આધારિત છે.
વોશિંગટન: ઘરે ઘરે વીજળી પહોંચાડવાની દિશામાં કરવામાં આવેલા ભારત સરકારના કામોની વિશ્વ બેન્કે પણ વખાણ કર્યા છે. દેશના 80 ટકા આબાદી સુધી વિજળી પહોંચી ગઈ છે. વિશ્વ બેન્કે આ અઠવાડીયામાં જાહેર કરેલી રિપોર્ટમાં કહ્યું કે 2010થી 2016માં ભારતે પ્રતિવર્ષ ત્રણ કરોડ લોકો સુધી વીજળી પહોંચાડી છે.
રિપોર્ટ પ્રમાણે ભારતની 15 ટકા વસ્તી હજુ પણ વીજળીથી વંચિત છે. વિશ્વ બેન્કની લીડ એનર્જી ઈકોનોમિસ્ટ વિવિયન ફોસ્ટરે કહ્યું કે ભારત 2030 સુધી શેષ આબાદી સુધી વીજળી પહોંચાડવામાં સફળ રહેશે. આ રિપોર્ટ એવા સમયે આવી જ્યારે થોડા સમય પહેલાજ પીએમ મોદીએ દેશના તમામ ગામો સુધી વીજળી પહોંચાડવાની જાહેરાત કરી છે.