✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મિલિટ્રી પર ખર્ચ કરવામાં ચોથા નંબર પર ભારત, રશિયા, સાઉદી અરબને છોડ્યું પાછળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2016 02:50 PM (IST)
1

આ યાદીને IHS Jane's latest annual Defense Budgets report એ જારી કરી છે. આ યાદીથી એ સ્પષ્ટ થાય છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત અન્ય દેશ પણ આવનારા સમયમાં સંરક્ષણ ડીલ પર તગડી રકમ ખર્ચ કરશે. તેમાં ચીન, યૂરોપ અને ભારત પણ સામેલ છે.

2

જ્યારે યૂરોપિયન સભ્યોએ પોતાના સંરક્ષણ બજેટમાં વર્ષ 2016માં વધારો કર્યો છે. હવે તેમનું બજેટ 219 બિલિયન ડોલર થઈ ગયું છે. રશિયાએ 1990 બાદ પ્રથમ વખત સંરક્ષણ બજેટમાં ઘટાડો કર્યો છે. ચાલુ વર્ષે તેમનું સંરક્ષણ બજેટ કુલ 48 બિલિયન ડોલર રહ્યું. જ્યારે 622 બિલિયન ડોલરની સાથે અમેરિકા આ યાદીમાં 2016માં પણ ટોપ પર છે. સમગ્ર વિશ્વમાં સંરક્ષણ બજેટનો 40 ટકા હિસ્સો માત્ર અમેરિકાનો હોય છે.

3

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ચીનનું ડિફેન્સ બજેટ 2020 સુધી 233 બિલિયન ડોલર સુધી જશે જે 2013ના બજેટની તુલનામાં બે ગણું હશે. 2013માં ચીનનું બજેટ 123 બિલિયન ડોલર હતું. ઉપરાંત યૂકે જે હાલમાં ત્રીજા નંબર પર છે તે વેસ્ટર્ન યૂરોપના દેશો કરતાં વધારે પોતાના પક્ષે સંર7ણ બજેટ પર ખર્ચ કરે છે. જ્યારે ચોથા નંબર પર આવવા માટે ભારતે સાઉદી અરબ અને રશિયાને પાછળ છોડ્યા છે. જો પાઉન્ડની કિંમત આવી જ રીતે ઘટતી રહેશે તો 2018 સુધી ભારત યૂકેને પછાડીને ત્રીજા નંબર પર આવી જશે.

4

નવી દિલ્હીઃ સંરક્ષણ સંબંધિત સામાન અથવા મિલિટ્રી પર ખર્ચ કરવાના મામલે ભારત ચોથા નંબર પર છે. અમેરિકા, ચીન અને યૂકે જ ભારત કરતાં આગળ છે. પરંતુ જે ગતિએ ભારત ખર્ચ કરી રહ્યું તેનાથી આવનારા દિવોસમાં ભારત ત્રીજા નંબર પર આવી શકે છે. વૈશ્વિક ડિફેન્સ પાછળ કરવામાં આવતો ખર્ચ ચાલુ વર્ષે 1.57 ટ્રિલિયન ડોલર રહ્યો. જે 2015માં 1.55 ટ્રિલિયન ડોલર હતો. કહેવા છે કે તેના કારણે સાઉથ એશિયા સાગરમાં વિવાદ વધવાનું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મિલિટ્રી પર ખર્ચ કરવામાં ચોથા નંબર પર ભારત, રશિયા, સાઉદી અરબને છોડ્યું પાછળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.