ભારતનો ચીન પર વળતો પ્રહાર, સરહદ પર વગર શાંતિએ સંબંધમાં સુધારો નહિ આવે
ચીનનું માનવું છે કે, આ વિવાદ ચીન અને ભુટાન વચ્ચેનો છે અને તેમા ભારત ત્રીજી પક્ષ તરીકે વચ્ચે પ્રવેશી રહ્યું છે. ચીને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતની આમાં કોઈ ભૂમિકા નથી. ચીને 15 પેજના ફેક્ટ શીટમાં દાવો કર્યો છે કે, ડોકલામના બહાને ભારત જો આ મુદ્દા પર દખલ કરી રહ્યં છે તો તે માત્ર ચીનના સાર્વભૌમ પર જ નહીં પરંતુ ભૂટાનની આઝાદી અને સાર્વભૌમત્વને પડકાર આપી રહ્યું છે. ફેક્ટ શીટમાં જણાવ્યું છે કે, ચીન તેમની ભૂમિની રક્ષા કરવામાં સક્ષમ છે. કોઇ પણ દેશ અમારી સાર્વભૈમત્વને પડકાર નહીં આપી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે ડોકલામમા રસ્તા નિર્માણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે શક્યતા દર્શાવી છે કે, અહીં રસ્તા નિર્માણથી ચીનને પૂર્વોત્તર રાજ્ય સુધી ભારતની પહોંચ તોડવાની તક મળી જશે. જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ સુધી ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી સરહદ છે. જેમાં 220 કિલોમીટર સરહદ વિસ્તાર સિક્કિમ રાજ્યમાં છે.
ડોકલામ વિવાદને લઈને ચીન પર વળતો પ્રહાર કરતા ભારતે એક વાર ફરી સ્પષ્ટ કર્યું છે કે, સરહદ વિસ્તારમાં શાંતિથી જ સંબંધ મજબુત થશે. આ પહેલા બુધવારે ચીને ભારતને વગર શરતે ડોકલામથી સેના હટવવાને લઇને 15 પેજમાં નિવેદન આપ્યું હતું.
ચીનના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ભારતનો પક્ષ રાખતા કહ્યું કે, આ મુદ્દા પર ભારતે હકીકત અને સંબંધિત તથ્ય 30 જૂનના વક્તવ્યમાં મોકાલાવી દીધું છે. ચીનના આ દસ્તાવેજના સવાલ પર વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીન સાથે અમારા દ્વિપક્ષીય સંબંધના સુધારા માટે બન્ને દેશોમાં સરહદી વિસ્તારમાં અમન-શાંતિ પૂર્વશરત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -