બોર્ડર પર BSFની જવાબી કાર્યવાહી, અનેક બંકરો ઉડાવ્યા તો પાકિસ્તાને ફોન કરીને કહ્યું- 'ફાયરિંગ રોકો'
ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં રમઝાન દરમિયાન સીઝફાયરના સરકારના નિર્ણય બાદ સીમા પર ફાયરિંગ વધી ગયું છે.
રિપોર્ટ્સનું માનીએ તો પાકિસ્તાની રેન્જર્સે જમ્મુમાં બીએસએફને ફોન કર્યો અને સીઝફાયરની અપીલ કરી, એટલે કે પાકિસ્તાની રેન્જર્સે જવાબ મળ્યા બાદ ભારતીય જવાનોએ ફાયરિંગ રોકવાની અપીલ કરી.
ભારતીય જવાનોના જડબાતોડ જવાબામાં પાકિસ્તાને ઘૂંટના ટેકી દીધા. સરહદ પર જવાબ મળ્યા બાદ પાકિસ્તાન સીઝફાયર માટે ફાયરિંગ રોકવા માટે અપીલ કરી હતી.
છેલ્લા ત્રણ દિવસોથી જમ્મુની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સ રહેણાંક વિસ્તારોમાં મોર્ટાર છોડી રહ્યાં હતા, ત્યારબાદ બીએસએફે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક બંકરોને તબાહ કરી દીધા હતા.
નવી દિલ્હીઃ રમજાનના મહિનામાં પાકિસ્તાનના 'શૈતાન' શાંત નથી બેસી રહ્યાં, અને સીમાપાર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતે પણ પાકિસ્તાનની કરતૂતોનો જડબાતોડ જવાબ આપતા તેના બંકરોને નષ્ટ કરી દીધા છે, જે બાદ પાકિસ્તાનને ઘૂંટના ટેકી દીધા છે.