✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

5000 કિમી સુધી પ્રહાર કરનારી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરિક્ષણ, ચીન-પાક સુધીના લક્ષ્યને વિંધી શકશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 02:43 PM (IST)
5000 કિમી સુધી પ્રહાર કરનારી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરિક્ષણ, ચીન-પાક સુધીના લક્ષ્યને વિંધી શકશે
1

અગ્નિ-5 એ અગ્નિ સીરીઝની મિલાઇલ્સ છે જેમને ડીઆરડીઓએ ડેવલપ કરી છે. પૃથ્વી અને ધનુષ્ય જેવા ઓછા અંતર સુધી મારો કરવામાં સક્ષમ મિસાઇલ્સ ઉપરાંત ભારતના કાફલામાં અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઇલ્સ છે. તેમને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઇલ્સ ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

2

નવી દિલ્હીઃ ન્યૂક્લિયર હથિયારોથી સજ્જ અગ્નિ-5 મિસાઇલને ટેસ્ટ ગુરુવારે સફળ રહ્યો. આ ઇન્ટરકૉન્ટિનેન્ટલ લૉન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે, જે પાંચ હજાર કિલોમીટર સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે. આની રેન્જમાં ચીનનો મોટોભાગના શહેરો આવે છે. DRDOના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આનો ટેસ્ટ ઓડિશાના બાલાસોરમાં અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી કરવામાં આવ્યો હતો.

3

આ મિસાલઇની સફળતાથી ભારત પહવે એશિયાના મોટાભાગના વિસ્તારોને પોતાના ટાર્ગેટમાં લાવી શકે છે. ચીનના નોર્થ-ઇસ્ટ ભાગો ઉપરાંત યૂરોપ પણ આની રેન્જમાં છે. અગ્નિ-5 મિસાઇલની ઊંચાઇ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે. તેનું વજન 50 ટન છે. તે દોઢ ટન સુધી પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ છે. તેની સ્પીડ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે.

4

આ માસિઇલ ત્રણ સ્ટેજમાં કામ કરે છે. આ વખતે પણ આવું જ થયું. યોગ્ય સમયે જ તે બંગાલની ખાડીમાં પડી. નોંધનીય છે કે અગ્નિ-5 પુરેપુરી દેશી છે, આના માટે કમ્પૉઝિટ રૉકેટ મોટર યૂઝ કરવામાં આવે છે. આને ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. મિસાઇલના લૉન્ચિંગની સાથે જ આનો રિયલ ટાઇમ ડેટા લેવામાં આવ્યો.

5

ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના સુત્રો તરફથી ન્યૂઝ એજન્સીને કહેવાયું કે, અગ્નિ-5 દેશની સૌથી લાંબી રેન્જ વાળી ન્યૂક્લિયર કેપેબલ મિસાઇલ છે. આને સવારે 9.55 વાગે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી છોડવામાં આવી હતી. કામની રીતે એકદમ બરાબર રહી.

  • હોમ
  • India-news
  • દેશ
  • 5000 કિમી સુધી પ્રહાર કરનારી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરિક્ષણ, ચીન-પાક સુધીના લક્ષ્યને વિંધી શકશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.