ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-4નું કર્યું સફળ પરીક્ષણ, 4 હજાર કિમી સુધી પ્રહાર કરવામાં સક્ષમ
અગ્નિ-4 મિસાઈલનો આ સાતમુ પરીક્ષણ હતુ. અગાઉ ભારતીય સેનાની સામરિક બળ કમાન દ્વારા આ સ્થાનથી બે જાન્યુઆરી 2018એ આનું સફળ પરીક્ષણ કર્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરીક્ષણને પૂર્ણ સફળ કરાર આપતા તેમણે કહ્યુ કે પરીક્ષણ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લીધા છે. તમામ રડાર ટ્રેકિંગ સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોએ મિસાઈલના ઉડાન પ્રદર્શન પર નજર રાખી, જેને એક મોબાઈલ લોન્ચરથી દાબવામાં આવ્યા.
ભુવનેશ્વર: ભારતે ઓડિશાથી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 4000 કિલોમીટરના અંતર સુધી લક્ષ્ય સાધવામાં સક્ષમ છે. આ પરીક્ષણ સેનાએ પ્રાયોગિક પરીક્ષણના રૂપમાં કર્યું છે. રક્ષા સૂત્રોએ જણાવ્યુ કે આ સામરિક મિસાઈલનું પરીક્ષણ ડૉ. અબ્દુલ કલામ દ્વીપ સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રના લૉન્ચ પેડ સંખ્યા-4થી સવારે લગભગ 8:35 કરવામું આવ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -