✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોર્ડર પર પાકની નાપાક હરકત યથાવત, 35 દિવસમાં ભારતના 12 જવાન શહીદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2018 12:22 PM (IST)
બોર્ડર પર પાકની નાપાક હરકત યથાવત, 35 દિવસમાં ભારતના 12 જવાન શહીદ
1

35 દિવસમાં 12 જવાન શહીદઃ 3 જાન્યુઆરી, સાંબા સેક્ટરમાં બીએસએફના હેડ કૉન્સ્ટેબલ આપ પી હાજરા શહીદ થયા. 13 જાન્યુઆરી, સુન્દરબની સેક્ટરમાં આર્મીના લાન્સ નાયક યોગેશ ભડાનેએ શહાદત વ્હોરી. ત્યારબાદ 17 જાન્યુઆરી, આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના હેડ કૉન્સ્ટેબલ એર સુરેશ શહીદ થયા.

2

વર્ષ 2017માં પાકિસ્તાને 881 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાના 138 સૈનિક માર્યા ગયા. પાકિસ્તાને 2016 માં 449 વાર યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો, વળી વર્ષ 2015માં પાકિસ્તાને 405 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, પાકિસ્તાને 2014માં પણ 583 યુદ્ધ વિરામ તોડ્યું હતું.

3

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં કેપ્ટન કપિલ કુંડુ સહિત ચાર જવાનોએ પોતાનો જીવ દેશ માટે કુરબાન કરી દીધો, કપિલ કુંડુનો પરિવાર ભીની આંખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શહીદીનો બદલો લેવાની માંગ કરી રહ્યો છે. આ વર્ષે માત્ર 35 દિવસની અંદર 12 જવાનો દેશની રક્ષા કરતાં-કરતાં શહીદ થઇ ગયા છે. પાકિસ્તાન તરફથી દરરોજ સીઝફાયરનું ઉલ્લંઘન અને આતંકવાદી હુમલાઓ થઇ રહ્યાં છે જેને લઇને દેશ પાકિસ્તાન સામે ક્રોધે ભરાયો છે.

4

5

6

ફે્બ્રુઆરીમાં શહીદીની સ્થિતિઃ 4 ફેબ્રુઆરી, ભિંવર ગલી સેક્ટરમાં કેપ્ટન કપિલ કંડુ શહીદ થયા, 4 ફેબ્રુઆરી, ભિંવર ગલી સેક્ટરમાં સેનાના હવાલદાર રોશન લાલ શહીદ થયા. 4 ફેબ્રુઆરી, ભિંવર ગલી સેક્ટરમાં સેનાના રાઇફલ મેન રામઅવતાર શહીદ થયા. 4 ફેબ્રુઆરી, ભિંવર ગલી સેક્ટરમાં સેનાના રાઇફલ મેન શુભમ સિંહ શહીદ થયા.

7

19 જાન્યુઆરી, સુન્દરબની સેક્ટરમાં આર્મીના લાન્સ નાયક સેમ અબ્રાહમ શહીદ થયા, 19 જાન્યુઆરી, આ જ દિવસે સાંબા સેક્ટરમાં બીએસએફના હેડ કૉન્સ્ટેબલ જગપાલ સિંહ શહીદ થયા. 20 જાન્યુઆરી, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાના સિપાહી મનદીપ સિંહ શહીદ થયા. 21 જાન્યુઆરી, મેન્ઢર સેક્ટરમાં સેનાના સિપાહી ચંદન કુમાર રાય શહીદ થયા, 24 જાન્યુઆરી, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાના સિપાહી નાયક જગદીશ શહીદ થયા.

  • હોમ
  • India-news
  • દેશ
  • બોર્ડર પર પાકની નાપાક હરકત યથાવત, 35 દિવસમાં ભારતના 12 જવાન શહીદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.