જમ્મુ-કાશ્મીરના હિંદવાડામાં સેનાએ 2 આતંકવાદીઓ ઠાર માર્યા, ઓપરેશન યથાવત
ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓ સામે સતત લડાઇ ચાલુ રાખી છે. મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હિંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, જોકે, હજુ પણ ઓપરેશન ચાલુ જ અને સર્ચ ઓપરેશન બંધ નથી કરાયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓપરેશનને 30 નેશનલ રાઇફલ, 92 બટાલિયન સીઆરપીએફે સંયુક્ત રીતે અંજામ આપ્યું છે. આ ઓપરેશન મોડી રાત્ર લગભગ 2.30 વાગે શરૂ થયું હતું.
અથડામણ દરમિયાન આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. વળી, ઓપરેશનની ઓપરેશનની આસપાસની જગ્યાએ સુરક્ષા ઘેરો પણ વધારી દેવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે આ એન્કાઉન્ટર સોમવારે શરૂ થયં હતું.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નાપાક ઇરાદાઓ અટકવાનં નામ નથી લઇ રહ્યાં. આતંકીઓએ કાશ્મીરમાં પોતાની કરતૂતો બતાવી તો જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -