જમ્મુ-કાશ્મીરમાં કરી શકીએ છીએ ડ્રોન હુમલો, બસ વિરોધ ના થવો જોઈએ: સેના પ્રમુખ
તેઓએ કહ્યું કે, દેશમાં આ સંભવ છે. પરંતુ આપણા દેશમાં તમે જોયુ હશે કે જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પથ્થરબાજો સામે કાર્યવાહી કરીએ છીએ તો કેવી રીતે તેનો વિરોધ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનાધ્યક્ષને જ્યારે પૂછવામાં આવ્યુ કે, શું ભારત પણ દુશ્મનના ઠેકાણાનો ખાતમો કરવા અમેરિકાની જેમ ડ્રોનનો ઉપયોગ કરશે? બિપન રાવતે કહ્યું અમને કોઈ સમસ્યા નથી. પરંતુ શરત માત્ર એટલી કે, આંતરરાષ્ટ્રીય સમુદાયથી કોઈ પ્રતીક્રિયા ન થવી જોઈએ.
સેનાધ્યક્ષે કહ્યું કે, જ્યારે તમે ડ્રોન હુમલાની વાત કરો છો ત્યારે તમારે એ જોવું પડશે કે, કેવી રીતે ઈઝરાયલ તેનો ઉપયોગ કરે છે. તેમની પાસે જમીન પર સોર્સ રહે છે જે ગાડિઓ પર ધ્યાન આપે છે. તેઓ એ જણાવે છે કે, ગાડીમાં કોણ છે. તેઓ ઈલેક્ટ્રોનિક રીતે ગાડીને ચિન્હિત કરી દે છે. ત્યારબા ડ્રોન ઉડાન ભરે છે અને તે ગાડીને ટાર્ગેટ કરી તેના પર હુમલો કરી દે છે.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓનો ખાતમો કરવા માટે ગુરુવારે ભારતીય સેનાના વડા બિપિન રાવત કહ્યું કે, ભારતીય સેના જમ્મુ-કાશ્મીર અને એલઓસી પાર દુશ્મનોના ઠેકાણા પર હુમલો કરવા માટે સક્ષમ છે. ડ્રોનના ઉપયોગ પર અમને કોઈજ આપત્તિ નથી. પરંતુ તેનો વિરોધ ન થવો જોઈએ અને તેના નુકસાનને સમજવા અને સ્વીકાર કરવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -