'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી હૉવિત્ઝર તોપ વજ્રનું પરીક્ષણ સફળ, 50 કિમી સુધી સાધી શકે છે નિશાન
સૈન્ય સૂત્રો મુજબ, મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વજ્રને ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ બનાવી છે. સેનાએ 155 MMની આ હોવિત્ઝર તોપના અગાઉના પરીક્ષણ દરમિયાન કેટલાક સુધારા કરવાનું કહ્યું હતું. સુધારા બાદ એડવાન્સ્ડ તોપનું પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી એકવાર પરીક્ષણ કર્યું. આ તોપ ખાસ રીતે રણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તોપને પશ્ચિમી સરહદે તહેનાત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારતમાં બનેલી હૉવિત્ઝર ટૉપનું સફળ પરિક્ષણ કર્યુ છે. ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી આ હૉવિત્ઝર ટૉપ કે-9 વજ્ર-ટીને લાંબા લક્ષ્ય સુધી ટાર્ગેટને ભેદવાની ક્ષમતા છે. છેલ્લા પરીક્ષણ બાદ આમાં 13 સુધારા કરવામાં આવ્યા છે. 40 થી 50 કિમી રેન્જ વાળી આ ટૉપમાથી 6 ગોળા ફોડવામાં આવ્યા. બધાએ પોતાના લક્ષ્યને સાધતા અચૂક પ્રહાર કર્યા
લાર્સન એન્ડ ટૂબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળી આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હઝીરામાં તેનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. તોપમાં 50% સામગ્રી દેશમાં જ નિર્મિત કરવામાં આવી છે. સેનાએ સાડા ચાર હજાર કરોડમાં 100 તોપોનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જાહેર કરેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને પ્રાપ્ત કર્યો હતો. આ તોપો મળવાથી સેનાની પાસે હોવિત્ઝર તોપની ઘટ ઘણે અંશે દૂર થઈ જશે.