ચીનના હેકરોના નિશાના પર છે વોટ્સએપ ગ્રુપ, સેનાએ આપી ચેતવણી
ADGPIએ એક વીડિયો શેર કર્યો છે જેમા કહેવાયુ છે કે, ‘ચીન ડિઝિટલ દુનિયામાં ઘૂષણખોરી કરવા માટે ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. વ્હોટ્સએપ ગ્રુપ તમારા સિસ્ટમમાં સેંધ લગાવાનું અને હેકીંગનું એક નવું હથિયાર છે. +86થી શરૂ થયેલા ચાઇનિઝ નંબર તમારા ગ્રુપમાં ઘૂષણખોરી બાદ તમામ ડેટાની ચોરી કરવાનું શરૂ કરે છે.’ સેનાએ સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે.
ભારતીય સેનાએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ એડિશનલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ટરફેસ (ADGPI)થી કરેલ ટ્વિટમાં સોશિયલ મીડિયા યૂઝર્સને હેકીંગનાં ખતરા પ્રત્યે ચેતવ્યા છે. આ ટ્વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ ટ્વીટ કર્યુ હતું કે ‘સાવચેત રહો, સાવધાન રહો,સલામત રહો. ભારતીય સેના સોશિયલ મીડિયાના યોગ્ય તેમજ નિયમબદ્ધ એકાઉન્ટને પ્રોત્સાહિત કરે છે.
નવી દિલ્લી: ભારતીય સેનાએ ચીનનાં હેકર્સોની કરતૂતને ઉજાગર કરતો એક વીડિયો જાહેર કર્યો છે. ભારતીય યુઝર્સના વોટ્સએપમાં ચીનના હૅકર્સનો ખતરો મંડરાયેલો છે અને વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરીંને ચોરી કરાયેલ માહિતી ચીનના હેકર્સો સુધી પહોંચી રહ્યાંનો ચોંકવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.