16 વર્ષની સિંગર નાહિદ સામે 42 મૌલવીએ કાઢ્યો ફતવો
નાહિદની માતાએ કહ્યું, મ્યુઝિકલ નાઈટ પ્રોગ્રામના આયોજકોએ અમને પ્રોગ્રામ કેન્સલ નહીં થાય તેમ કહ્યું છે. નાહિદ અને તેના પરિવારને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે તેમ પોલીસે કહ્યું હતું. નાહિદે વર્ષ 2016માં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરા માટે ગીત ગાયું હતું. આ પહેલા તેણે ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ જૂનિયરમાં ફર્સ્ટ રનર અપ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુવાહાટીઃઆસામમાં 42 મૌલવીએ 16 વર્ષીય સિંગર નાહિદ આફરીન સામે ફતવો બહાર પાડ્યો છે. આફરીન 2015માં રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલ જૂનિયરની ફર્સ્ટ રનર અપ રહી હતી. આફરીનનો પ્રોગ્રામ મસ્જિદ અને કબ્રસ્તાનની આસપાસ યોજાવાનો હોવાથી આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ દરમિયાન નાહિદે ફતવાનો જવાબ આપતાં જણાવ્યું કે, મારું સંગીત અલ્લાહની ગિફ્ટ છે. હું આ પ્રકારની ધમકીઓ આગળ ઝૂકીને મારું સંગીત નહીં છોડું. આ મુદ્દે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે નાહિદે તાજેતરમાં જ કેટલાંક સોંગ્સ પર પરફોર્મ કર્યું છે. તેના ભાગરૂપે આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. મંગળવારે આસામના હોજઈ અને નાગાંવ જિલ્લામાં એવા કેટલાક ફરફરિયા વહેંચવામાં આવ્યા. જેમાં આસામી ભાષામાં ફતવો અને મૌલાવીઓના નામ લખ્યા હતા. આ ફતવા મુજબ 25 માર્ચે આસામના લંકા વિસ્તારની ઉદાલી સોનઈ બીબી કોલેજમાં 16 વર્ષીય નાહિદ પરફોર્મ કરવાની છે. જે સંપૂર્ણ રીતે શરિયાની વિરુદ્ધ છે.
ફતવા મુજબ મ્યુઝિકલ નાઈટ જેવી ચીજો પૂરી રીતે શરિયા વિરુદ્ધમાં છે. જો તમે આ પ્રકારની ચીજો મસ્જિદ, દરગાહ, મદરેસા અને કબ્રસ્તાન આસપાસ થવા લાગશે તો આપણી ભવિષ્યની પેઢીને અલ્લાહની નારાજગીનો સામનો કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -