પહેલીવાર ભારતીય સમુદ્રમાં 22 દેશો કરશે મિલિટ્રી એક્સરસાઇઝ, 70 જહાજો લેશે ભાગ
નવી દિલ્હીઃ ભારતીય સૈન્યની તાકાત સમુદ્રમાં હવે દેખાશે. ભારતીય નેવી અત્યાર સુધીની સૌથી મોટી ‘વૉરગેમ’ની તૈયારી કરી રહી છે. હિન્દ મહાસાગરમાં અંદમાન-નિકોબારની આસાપાસના હજારો વર્ગમીલ સમુદ્રી વિસ્તારમાં આ વૉરગેમ એક્સરસાઇઝ થશે. જેમાં 22 દેશો ઇન્ડિયન નેવી સાથે સાથે જોડાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગભગ 70 જેટલા જંગી જહાજો આ વૉરગેમમાં ભાગ લેશે, પાંચ દિવસ સુધી આ જહાજો અને તેના પર સવાર સેંકડો નૌસૈનિકો જંગ અને નેચરલ ડિઝાસ્ટરને કઇ રીતે પહોંચી વળાય તેના પર એકબીજાના તાલમેલ પર કામ કરશે. નેવીની આ એક્સરસાઇઝ ‘મિલન’ સીરીઝ અંતર્ગત હેઠળ થઇ રહી છે. નૌસેનાના પશ્ચિમ કમાનના પૂર્વ ચીફ વાઇસ એડમિરલે જણાવ્યું કે આનો હેતુ સમુદ્રમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની ગતિવિધિઓ પર રોક લગાવવાનો હોય છે.
ઇન્ડિયન નેવી અનુસાર, 1લી માર્ચથી શરૂ થનારી આ એક્સરસાઇઝમાં પહેલીવાર ભારતમાં દુનિયાના 22 દેશોની નેવી જોડાશે, આ વખતે 30 થી વધુ જંગી જહાજો નૌસેના સાથે જોડાશે અને ભારતીય નૌસેનાની પૂર્વી કમાનના ગ્રુપનો એક ભાગ તેની મહેમાનગતીને આવકારશે.
આ એક્સરસાઇઝમાં ભારત સાથે, ઓસ્ટ્રેલિયા, તંજાનિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, કમ્બોડિયા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, સેશેલ્સ, મૉરેશિયસ, સાઉથ આફ્રિકા, વિયેતનામ, બ્રુનેઇ, મોઝામ્બિક, કેન્યા, યુએઇ, યમન, ઓમાન ભાગ લઇ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -