✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નેવીના ઓફિસરે કરાવ્યું સેક્સ ચેંજ, યુવકમાંથી યુવતી બનતા ગુમાવી નોકરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2017 05:49 PM (IST)
નેવીના ઓફિસરે કરાવ્યું સેક્સ ચેંજ, યુવકમાંથી યુવતી બનતા ગુમાવી નોકરી
1

2

જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન નેવીની આ પ્રથમ ઘટના છે. મનીષ કુમાર ગિરી નામનો આ શખ્સ પોતાનું સેક્સ ચેંજ કરાવ્યા બાદ નામ બદલીને સબી ગિરી રાખ્યું છે. ઈંડિયન નેવી તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે મનીષે રજાઓ દરમિયાન કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવીને સેક્સ ચેંજ કરાવ્યું છે. આ કામ તેણે પોતાની મરજીથી કર્યું છે. નેવીએ કહ્યું સેલરની પોસ્ટ પર ભરતી થવા દરમિયાન મનીષે જે જેંડર હતું, તેમાં બદલાવ કરીને ભરતીના નિયમો તોડ્યા છે.

3

મુંબઈના રહેનારા મનીષે એક પુરૂષના રૂપે 7 વર્ષ પહેલા મરીન ડિપાર્ટમેંટમાં સિપાહી તરીકે નોકરી શરૂ કરી હતી. તેનું કહેવું છે કે નોકરીના થોડા વર્ષ બાદ તેને લાગ્યું તેની અંદર એક મહિલા છે. ત્યારબાદ તેણે 2016માં વિશાખાપટ્ટનમાં એક ડૉક્ટર સાથે વાત કરી પોતાની સારવાર કરાવી.

4

મનીષનો મામલો જ્યારે નેવીના મોટા અધિકારીઓ પાસે પહોંચ્યો તો તેમણે આ મુદ્દો રક્ષા મંત્રાલય પાસે મોકલ્યો હતો. ઘણા મહિનાઓની તપાસ બાદ મંત્રાલયે મનીષ ઉર્ફ સબીને નોકરીમાંથી છુટ્ટો કરી દિધો હતો. મનીષે માત્ર 7 વર્ષની નોકરી પૂર્ણ કરી છે. નિયમોના હિસાબે 15 વર્ષની નોકરી પૂર્ણ ન થવાના કારણે તેને પેંશન પણ નહી મળે.

5

નવી દિલ્લી: નેવીમાં સેલરની નોકરી મળ્ય બાદ એક યુવકે સેક્સ ચેંજ કરાવીને મહિલા બન્યો જેના કારણે તેને નોકરીમાંથી હટાવવામાં આવ્યો છે. નિયમો મુજબ આ પોસ્ટ માટે માત્ર પુરૂષોની ભરતી કરવામાં આવે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નેવીના ઓફિસરે કરાવ્યું સેક્સ ચેંજ, યુવકમાંથી યુવતી બનતા ગુમાવી નોકરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.