સગા ભાઈ-બહેને કરી લીધા લગ્ન, કારણ જાણીને ચોંકી જશો તમે
પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરરીતિનો આ ગંભીર મામલો છે. આ ષડયંત્રમાં ભાઈ-બહેનનો આખો પરિવાર શામેલ છે. તમામ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઉમેર્યું હતું કે, વિદેશ જવાની લાલચમાં સગા ભાઈ-બહેને લગ્ન કર્યા હોય તેઓ આ મામલે પહેલી વાર પ્રકાશમાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે યુવતીનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે. યુવતીએ પણ ઓસ્ટ્રેલિયા જવા માટે નકલી દસ્તાવેજો ઉભા કર્યા અને મેરેજ સર્ટિફિકેટ પણ એક ગુરૂદ્વારામાંથી બનાવી લીધું હતું. રજિસ્ટ્રેશન ઓફિસમાં તેની નોંધણી પણ કરાવી દીધી હતી. જોકે હાલમાં બન્ને ફરાર છે અને આ મામલે હજી સુધી કોઈની પણ અટકાયત થઈ શકી નથી.
પંજાબમાં રહેતી એક યુવતીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવું હતું, પરંતુ તેને વીઝાની સમસ્યા નડી રહી હતી આ કારણે પોતાનું સપનું પૂરું કરી શકે એમ ન હતી. એવામાં પોતાની સમસ્યા તેના ભાઈ સાથે શેર કરી જેમાં તેના ભાઈએ તેની મદદ કરવાનું વચન આપ્યું અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન બાદ યુવતીએ બનાવટી પાસપોર્ટ તૈયાર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા જતી રહી હતી. એક મહિલાએ આ બાબતની ફરિયાદ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ષડયંત્રમાં ભાઈ-બહેનના પરિવારજનો પણ સામેલ છે.
નવી દિલ્હીઃ ભાઈ-બહેનનો સંબંધ વિશ્વમાં સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે, પરંતુ પંજાબમાં એક ભાઈ-બહેને લગ્ન કરી લીધા છે અને આ લગ્ન પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -