દેશના પહેલા અંડર વોટર લગ્ન: મહારાષ્ટ્રના યુવકે સાથે આ અંદાજમાં પરણી વિદેશી યુવતી

નિખિલ પોતે ડાઈવિંગ ઈંસ્ટ્રક્ટર છે અને પોતાના લગ્નને અલગ રીતે કરવા માગતા હતા. જાણકારી મળી છે કે જ્યાપે નિખિલે આ અંગે યુનિકાને કહ્યું ત્યારે તેને કંઈ સમજાયુ નહિ અને તે નર્વસ થઈ ગઈ હતી.
આ લગ્નને પહેલા અંડર વોટર લગ્ન હોવાનું કહેવાય છે.
આમ તો તમે ઘણા લગ્ન જોયા હશે, પણ કેરળમાં શુક્રવારે અનોખા લગ્ન થયા હતા. ભારતીય વરરાજા અને વિદેશી દુલ્હને અંડરવોટર લગ્ન કર્યા હતા. કેરળના કોવલમ બિચ પર આ આનોખા લગ્ન થયા હતા.
આયોજકોનો દાવો છે કે આ ભારતના પહેલા એવા લગ્ન છે જે પાણીની અંદર થયા છે. આ તસવીરમાં બંનેએ એકબીજાના હાથ પકડેલા દેખાય છે. નિખિલ પવાર અને યુનિકા પોગરને એક નાના સમારોહમાં આ રીતે લગ્ન કર્યા હતા. તે બંનેએ એક બીજાને પાણીની અંદર એકબીજાને વીંટી અને ખાસ બનાવાયેલી છીપલાની માળા પહેરાવી હતી.
કોવલમ બિચ પર થયેલા લગ્નનો વીડિયો પણ વાઈરલ થયો છે.
મહારાષ્ટ્રના વતની નિખિલ પવારે સ્લોવાકિયાની યૂનિકા પોગરણ સાથે અંડરવોટર લગ્ન કર્યા હતા. આ લગ્ન લગભગ એક કલાક ચાલ્યો હતો. આ લગ્નમાં નિખિલના કેટલાક નિકટના મિત્રો અને પરિવારજનો શામેલ થયા હતા.