રુસ્તમ-2નું સફળ પરીક્ષણઃ 24 કલાક ઉડાન ભરી શકશે, હથિયાર લઇ જવામાં સક્ષમ
આ ડ્રૉનની સ્પીડ 225 કિલોમીટર પ્રતિ કલાક છે, આ સતત 24 કલાક ઉડાન ભરી શકે છે. આની ખાસ વાત એ પણ છે કે આ 350 કિલો હથિયારોને પણ ઉઠાવી શકે છે. સાથે આમાં અનેક પ્રકારના સેન્સરનો પણ યૂઝ કરવામાં આવ્યો છે જેના કારણે આ ડ્રૉન ટેકનિકલ રીતે ખુબ એડવાન્સ છે.
સાયન્ટિસ્ટ રુસ્તમ દમાનિયાના નામ પર આ ડ્રૉનનું નામ રુસ્તમ-2 રાખવામાં આવ્યું છે, તેમનું રિસર્ચ 80ના દાયકામાં એવિએશન સેક્ટરમાં ખુબ કામ આવી હતી. 2001માં તેમનું મૃત્યું થઇ ગયું હતું.
એક નિવેદન અનુસાર, ‘‘ડીઆરડીઓએ ચિત્રદૂર્ગના ચલાકેરેમાં પોતાના એરોનૉટિકલ પરીક્ષણ રેન્જ (એટીઆર)માં આજે રુસ્તમ-2નું સફળ પરીક્ષણ કર્યું’’ ડીઆરડીઓએ કહ્યું કે સફળ પરીક્ષણના બધા માપદંડો ‘‘સામાન્ય’’ રહ્યાં, રુસ્તમ-2 અલગ અલગ રીતના પેલૉડ સાથે લઇ જવામાં સક્ષમ છે.
અધિકારીઓએ આ વિશે માહિતા આપતા જણાવ્યું કે અમેરિકાના પ્રીડેટર ડ્રૉનોની તર્જ પર રુસ્તમ-2ને ડેવલપ કરવામાં આવ્યું છે, જેથી આ સશસ્ત્ર દળો માટે નિગરાની તથા રેકીની ભૂમિકાઓને અંજામ આપી શકે.
નવી દિલ્હીઃ ડીઆરડીઓએ રુસ્તમ-2 ડ્રૉનનું સફળ પરીક્ષણ કર્યું છે, સંરક્ષણ સંશોધન તથા વિકાસ સંસ્થા (DRDO)એ કર્ણાટકાના ચિત્રદૂર્ગ જિલ્લામાં ચલાકેરે ખાતે રુસ્તમ-2 ડ્રૉનનું આજે સફળ પરીક્ષણ કર્યુ છે, રુસ્તમ-2 મધ્યમ ઉંચાઇ પર લાંબા સમય સુધી ઉડાન ભરવામાં સક્ષમ માનવરહિત વિમાન (યુએવી) છે.