2000 અને 500ની નવી નોટને કેવી રીતે ઓળખશો? જાણો, તેની કેમ ન કરી શકાય નકલ
*નોટની પાછળની તરફ લેફ્ટ સાઇડ પ્રિન્ટિગ એર છપાયેલુ હશે. *લેફ્ટ સાઇડ પર જ સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે. * પાછળની તરફ લેગ્વેજ પેનલ વચ્ચે હશે. *જેની પાછળ તિરંગો લહેરાવતો હોય તેવી લાલ કિલ્લાની તસવીર હશે. *નોટની પાછળ દેવનાગરીમાં નોટની વેલ્યૂ લખેલી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App*પોટ્રેટ અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક. *નોટની ઉપરની લેફ્ટ સાઇડ અને નીચે રાઇટમાં સાઇડ નંબર પેનલ હશે. પેનલમાં નંબર નાનાથી મોટા દેખાશે. *નોટની ડાબી બાજુની તરફ અશોક સ્તંભ હશે. ઓછું દેખાતા લોકો માટે મહાત્મા ગાંધીની પોટ્રેટ, અશોક સ્તંભ, બ્લીડ લાઇન અને ઓઇડેન્ટિટી માર્ક થોડું ઉપસેલુ હશે. *રાઇડ સાઇડમાં રેકટ્રાએન્ગલની સાઇન ઉપસેલુ હશે. જેમાં 500 લખ્યુ હશે. * લેફ્ટ અને રાઇટ સાઇડ સાત એન્ગુલર બ્લીડ લાઇન ઉપસેલી હશે.
500 રૂપિયાની નવી નોટમાં કેવા હશે ફેરફારઃ *નોટની આગળની તરફ સી થ્રૂ રજીસ્ટરમાં પાંચ સો રૂપિયા લખ્યુ હશે. આઇડેન્ટિફિકેશન માર્ક ઉપર દેખાતી ફૂલ સી આકૃતિ સી થ્રૂ રજીસ્ટર નામથી ઓળખાય છે. *બીજી તરફ પાંચ સો રૂપિયાની લેટેસ્ટ ઇમેજ હશે. ગાંધીજીની ફોટોની સાઇડમાં લેટેન્ટ ઇમેજ હશે. *દેવનાગરીમાં નોટ પર 500 લખ્યુ હશે. *તે સિવાય વચ્ચે મહાત્મા ગાંધીની પોટ્રેટ હશે. જૂની નોટમાં આ તસવીર ડાબી તરફ હતી. *જેમાં સિક્યોરિટી થ્રેડ હશે. નોટને ઝૂકાવતા તેનો કલર થ્રેડ ગ્રીનથી બ્લૂમાં બદલાશે. *નોટની ડાબી તરફ ગેરન્ટી ક્લોઝ. પ્રોમિસ ક્લોઝ અને ગવર્નરના હસ્તાક્ષર હશે. એ તરફ આરબીઆઇનું ચિહ્ન હશે.
*નોટની પાછળના ભાગમાં નોટ ક્યા વર્ષે પ્રિન્ટ કરવાની આવી છે તે ડાબી બાજુ લખેલ હશે. પાછના ભાગમાં સ્વચ્છ ભારતનો લોકો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. *જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલ હશે.
*નોટની લેફ્ટ સાઇડમાં નાના અક્ષરોમાં આરબીઆઇ અને બે હજાર લખેલું હશે. * સિક્યોરિટી થ્રેડમાં ભારત, આરબીઆઇ અને 2000 લખેલુ હશે. નોટને ઝૂકાવતા તેનો કલર થ્રેડ ગ્રીનમાંથી બ્લૂમાં બદલાશે. *નોટની ડાબી બાજુ ગેરન્ટી ક્લોઝ, પ્રોમિસ ક્લોઝ અને ગવર્નરની સિગ્નેચર હશે. આ તરફ આરબીઆઇનું ચિન્હ પણ હશે. રૂપિયાની સિમ્બોલ સાથે 2000 લખેલું હશે. આ કલર ચેન્જ ઇંકમાં લખ્યુ હશે જે ગ્રીનથી બ્લૂ રંગમાં બદલાશે. *2000 રૂપિયાની નોટના પાછળના ભાગમાં એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસરી હશે. જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે.
*દિવ્યાંગ લોકો નોટને ઓળખી શકે તે માટે જમણી બાજુ અશોકસ્તંભની ઉપર લંબ ચોરસ હશે. ઉપરાંત બન્ને બાજુ 5 ઉપસી આવેલ લાઈન હશે. *2000 રૂપિયાની નવી નોટમાં આગળની બાજુ રિઝર્વ બેંકનો સિમ્બોલ હશે. જ્યારે 2000ની નવી નોટમાં પાછળના ભાગમાં મંગળયાનની તસવીર હશે.
2000 રૂપિયાની નોટની ખાસિયતો *2000 રૂપિયાની નવી નોટમાં રકમ દેવનાગરીમાં પણ લખેલા હશે. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીની તસવીરનું સ્થાન ફેરવવામાં આવ્યું છે. * આરબીઆઈ ગવર્નરની સાઈન જમણી બાજુ હશે. સિક્યુરીટી થ્રેટનો કલર ગ્રીનથી બ્લૂમાં જોવા મળશે. નોટનો સિરીયલ નંબર ચડતા ક્રમમાં હશે. અશોક સ્તંભ જમણી બાજુ હશે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદી સરકારે રાતોરાત 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરીને સમગ્ર ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે. સરકારના મતે આ પગલુ ભ્રષ્ટાચાર અને કાળા નાણા સામેની લડાઇના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યુ હતું કે, બંધ નોટોના બદલામાં તેઓ 500 અને 2000 રૂપિયાની નવી ચલણી નોટો જાહેર કરશે. આ નવી નોટોને કેવી રીતે ઓળખશો તેવી માહિતી અહીં આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -