મોદી સરકારના કાર્યકાળમાં બેરોજગારી દરે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડઃ રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં બેરોજગારીના દરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ અનુસાર નોટબંધી બાદ બેરોજગારીના આંકડાઓમાં ભારે વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ. આ એલાન પછી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવવામાં આવી હતી.
એનએસએસઓના રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ શિક્ષિત મહિલાઓમાં બેરોજગારીનો આ દર છેલ્લા 17.3 ટકા રહ્યો જ્યારે 2004-05માં આ આંકડો 9.7 ટકા થી 15.2 ટકાની વચ્ચે રહ્યું હતો. આ વખતે લેબર ફોર્સ ભાગીદારી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. 2011-12માં જ્યાં દેશની આબાદીના 39.5 ટકા લોકો કરતા હતા ત્યાં આ દર ઘટીને 2011-12માં 36.9 ટકા થઇ ગયો છે. દર વર્ષે 2004થી આ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. નોંધનીય છે દેશમાં બેરોજગારીનો દર 1972-73 સૌથી વધુ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમીશનમાંથી હાલમાં બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. રાજીનામુ આપવા પાછળનું કારણ સરકાર દ્વારા બેરોજગારી સાથે જોડાયેલા એનએસએસઓના રિપોર્ટને જારી નહીં કરવાનું માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ ડિસેમ્બરમાં જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો પરંતુ સરકારે હજુ પણ જાહેર કર્યો નથી. તેની વચ્ચે એક અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડે એનએસએસઓની રિપોર્ટના હવાલે આ ખબર પ્રકાશિત કરી છે અને દાવો કર્યો છે દેશની બેરોજગારી પોતાની ચરમ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -