✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્દોર: મોડલનું સ્કર્ટ ખેંચનાર આરોપીઓને પોલીસે કેવી રીતે શોધ્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2018 01:49 PM (IST)
ઈન્દોર: મોડલનું સ્કર્ટ ખેંચનાર આરોપીઓને પોલીસે કેવી રીતે શોધ્યા, જાણો વિગત
1

પોલીસે પરદેશીપૂરા પોલીસ સ્ટેશનની હદમાં રહેનાર લક્કી ગુર્જર 22 વર્ષ અને બંચી ચૌધરી 23 વર્ષની ધરપકડ કરી હતી. બંન્ને યુવકો સામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. બંન્નેની પૂછપરછ કરવામાં આવી ત્યારે બન્નેએ અકસ્માત થયો હોવાની વાત કરી હતી.

2

યુવતી ઘટનાના થોડા કલાકો સુધી પોલીસની સામે આવી નહોતી જ્યારે પોલીસે યુવતીનો સંપર્ક કરવાનો બહુ જ પ્રયાસ કર્યા હતાં. થોડા સમય બાદ યુવતી પોલીસની પાસે પહોંચી હતી. ત્યાર બાદ યુવતી સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. સીએમએ આપેલા આદેશ બાદ આરોપીઓને પકડવા પોલીસે 40 કલાકથી પણ વધારે સુધી તપાસ કરી હતી.

3

આ સમગ્ર ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે રાતે 3 વાગે યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો, જ્યારે સીએમ શિવરાજ ચૌહાણને ટેગ કર્યા હતાં. ત્યાર બાદ સીએમે ડીઆઈજી અને કલેક્ટરને તપાસનો આદેશ આપ્યો હતો.

4

ઈન્દોર: મોડલની છેડતી કેસમાં પોલીસે 48 કલાકની અંદર જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. બંન્ને આરોપી ગારમેન્ટ્સની શોપ પર કામ કરતા હતાં અને બંન્ને પર કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી. પોલીસે બન્ને આરોપીઓ સાથે સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી હતી જેમાં ઘણાં તથ્યો સામે આવ્યા હતાં.

5

જોકે ઘટના વિજયનગર પોલીસ સ્ટેશનના મંગલ સિટી હોટલની નજીક બની હતી જ્યાં મંગળવારે 22 એપ્રિલ સાંજે 7:30 વાગે મોડલ બ્લોગર્સ મીટિંગથી પરત ફરી રહી હતી. પીડિત યુવતીની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ પ્રમાણે 2 બાઈક સવાર યુવકોએ તેનું સ્કર્ટ ખેચવાની કોશિશ કરી હતી અને તેની સાથે છેડતી કર્યા બાદ તે પડી ગઈ. ત્યાર બાદ બંન્ને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.

6

ઈન્દોરમાં મોડલ સાથે થયેલ છેડછાડના આરોપીને શોધવા માટે એસપી રેંકથી લઈને 4થી વધારે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જોડાઈ ગયા હતાં. 4 પોલીસ સ્ટેશનના 60થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઈન્દોર: મોડલનું સ્કર્ટ ખેંચનાર આરોપીઓને પોલીસે કેવી રીતે શોધ્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.