ઈંદ્રાણીને લેવા છે પીટર સાથે છૂટાછેડા, જાણો વસિયતમાં કર્યો કેવો ફેરફાર

ઈંદ્રાણીએ ન્યાયાધિશને મૌખિક સૂચના આપી હતી કે તે પોતાની વસિયત બદલવા માગે છે અને પારિવારીક સંપત્તિ માંથી પોતાનો ભાગ સામાજિક સેવા કરતી સંસ્થાઓને દાન કરવા માગે છે.
ન્યાયાધીશે કહ્યું કે ઈંદ્રાણીએ ડિવોર્સનો કેસ કરવા કે વસિયત બદલવા માટે વિશેષ અદાલતની અનુમતિની જરૂર નથી. આ નિર્ણય તે પોતે કરી શકે છે.
ગઈ કાલે ઈંદ્રાણીએ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જણાવ્યું કે તે પૂર્વ મીડિયા મુઘલ પીટર મુખર્જીને છૂટાછેડા આપવા માટે ફેમિલી કોર્ટમાં જવા માગે છે. અને પોતાની સંપત્તિ ચેરિટીમાં જાય તે માટે વસિયત બદલવા માગે છે.
લંચ સમયે ઈંદ્રાણીએ મૌખિક આવેદન કરીને વિષેશ અદાલત પાસે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં અદાલત જવા અને પીટર મુખર્જી સાથે ડિવોર્સની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી હતી.
શીના બોરા હત્યાકાંડમાં પીટર મુખર્જી પણ સહ-આરોપી છે. વિશેષ અદાલતમાં સવારે ઈંદ્રાણી ને તેના પતિ પીટર મુખર્જી અને પૂર્વ પતિ સંજીવ ખન્ના પર આરોપ નક્કી થયો છે. વિશેષ ન્યાયધિશ એચએસ મહાજને સુનાવણી માટે એક ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
પીટર પણ અદાલતમાં હાજર હતો. પણ તેમણે ઈંદ્રાણી સાથે વાત કરી નહિ. ઈંદ્રાણીના પૂર્વ પતિ ખન્ના પણ અદાલતમાં હતો.
શીના બોરાની 24 એપ્રિલ, 2012ના રોજ હત્યા કરીને તેના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો.