શાહરૂખ ખાનના ગુરુની કોલેજમાં અમદાવાદની યુવતી બની કાસ્ટિંગ કાઉચનો શિકાર

નવી દિલ્લીઃ મુંબઇના ટોચની એક્ટિંગ સ્કૂલમાં અમદાવાદની એક યુવતી કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યાની ઘટના સામે આવી છે. એક વેબસાઇટના અહેવાલ અનુસાર, મુંબઇની સૌથી પ્રતિષ્ઠિત એક્ટિંગ સ્કૂલ બેરી જ્હોન એક્ટિંગ સ્ટુડિયોના ઇન્સ્ટ્રક્ટર અતુલ બાલી વિરુદ્ધ એક યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે આ સ્કૂલ બોલિવૂડ કિંગખાન શાહરૂખ ખાનના ગુરુ અને બ્રિટનમાં જન્મેલા બેરી જ્હોનની છે. યુવતીના કહેવા પ્રમાણે, ઇન્સ્ટ્રક્ટરે ક્લાસિસ દરમિયાન છેડતી કરી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ઇન્સ્ટિટ્યૂટ તેની ફરિયાદ પર કોઇ પગલા લીધા નથી.
મેં તરત જ સ્કૂલના મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. પણ તેમને કોઇ પગલા લીધા નહીં. તેમણે મને બે દિવસ રાહ જોવાનું કહ્યુ હતું પણ કોઇ પગલા લેવાયા નહીં. બાદમાં મે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. 14,સપ્ટેમ્બરે મેં અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંબોલી પોલીસ ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડના કહેવા પ્રમાણે, અમે કેસની તપાસ કરી રહ્યા છીએ.
પીડિતાએ કહ્યું કે, હું મારા કામ પર ધ્યાન આપવા લાગી હતી. પરંતુ 12 સપ્ટેમ્બરના રોજ અતુલ બાલી મારી છેડતી કરવા લાગ્યો હતો. તેણે ક્લાસ દરમિયાન અનેકવાર મને થપ્પડો મારી હતી. અભિયન દરમિયાન તેણે મારુ જાતીય શોષણ કર્યું હતું. બાલી મને કિંગ્સ એન્ડ સ્લેવ નામની ગેમ રમવા મજબૂર કરતો જેમાં તે કિંગ બનતો અને મને સ્લેવ બનાવતો હતો. તે ખુરશી પર બેસતો અને મને તેના પગ ચાટવાનું કહેતો હતો. હું જ્યારે મેં તેમ કરવાની ના પાડી તો તેણે મને 20 વખત થપ્પડો મારી હતી. મારી ટી-શર્ટ ખેંચી હતી.
અમદાવાદની રહેવાસી 21 વર્ષીય પીડિતાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેણી જૂલાઇમાં બોલિવૂડમાં નસીબ અજમાવવા માટે અમદાવાદથી મુંબઇ આવી હતી. હું એક્ટિંગ શીખવા માટેના ક્લાસિસ શરૂ કરવા માંગતી હતી. શાહરૂખ ખાન, જેકલિન ફર્નાન્ડિઝ, ફિડા પિન્ટો સહિતના કલાકારોએ એક્ટિંગના પાઠ ભણ્યા છે તેવી બેરી જ્હોન એક્ટિંગ સ્ટુડિયોમાં ક્લાસિસ કરવાના શરૂ કર્યા. મેં વિચાર્યું કે આ મારા માટે બેસ્ટ છે. જેથી મેં 16,જૂલાઇના રોજ ત્રણ મહિનાના કોર્સમાં એડમિશન લીધું જે પ્રમાણે સપ્તાહમાં બે ક્લાસિસ રહેતા હતા.