✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IOCLના ચેરમેન કહ્યું, ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ GST હેઠળ લાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 May 2018 08:25 PM (IST)
1

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તે છેલ્લા પાંચ વર્ષના ટોચના સ્તરે પહોંચી ગયા છે. મોદી સરકારની આ માટે ખૂબ ટીકા થઇ રહી છે. મોંઘવારી દર વધવાની શક્યતાને લઈ વિપક્ષ પણ સરકાર પર પ્રહાર કરી રહી છે. વિપક્ષના નેતાઓ સતત સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર હુમલા કરી રહી છે.

2

ઘણા દિવસોથી કહેવાય છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવશે. જો એવું થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. પરંતુ સરકારે જીએસટી લાગુ કર્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જીએસટી લાગુ નહિ પડે.

3

તેમ છતાં સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને ભાવમાં રાહત આપવા તૈયાર નથી. આ સ્થિતિમાં દેશની સૌથી મોટી ત્યારે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના ચેરમેન સંજીવ સિંહે પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટીની હેઠળ લાવવામાં આવે તેવું સમર્થન કર્યું છે.

4

મીડિયાના સવાલોનો જવાબ આપતા સંજીવ સિંહે જણાવ્યું કે તમે માત્ર ભારતના બજારને જોઇ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય બજારમાં નજર નાખશો તો સ્થિતિ સ્પષ્ટ થઇ જાય છે. અમારી પાસે કોઇ રસ્તો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતની સાથે કિંમત વધારવી અમારી મજબૂરી છે. તેમણે કહ્યું કે ઇરાનની ઘટના ન બની હોત તો સ્થિતિ કઇંક અલગ હોત. તેમણે નફા અને નુકસાનને લગતા એક પ્રશ્નના જવામાં કહ્યું હાલ કશું પણ કહેવું શક્ય નથી કારણ કે આ એક સમયગાળા પછી નક્કી કરવામાં આવે છે. કંપની હંમેશા ઓછી કિંમતે વેચાણ ન કરી શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • IOCLના ચેરમેન કહ્યું, ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ GST હેઠળ લાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.