જયપુરમાં મહિલા IRS અધિકારીનો આપઘાત, સુસાઈટ નોટમાં IAS પતિ પર શું કર્યો આક્ષેપ, જાણો વિગત
પોલીસને મૃતક પાસેથી એક અંગ્રેજીમાં લખેલી પાંચ પાનાની સુસાઈટ નોટ મળી આવી હતી. સુસાઈટ નોટમાં બિન્ની શર્માએ સાસુ તેમજ પતિ પર હેરાન કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. સુસાઈટ નોટમાં લખવામાં આવ્યું છે કે, બંનેએ તેનું જીવન ઝેર કરી નાખ્યું હતું.
પોલીસે આપઘાત અંગેની જાણકારી તેના પતિ ગુરપ્રીતસિંહને આપી છે. પોલીસે જયપુરિયા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ બિન્ની શર્માની માતા અને બાળકો પાસેથી પણ માહિતી મેળવી રહી છે.
સુસાઈટ નોટમાં મહિલા અધિકારીએ સાસુ અને પતિ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની વાત લખી છે. બિન્ની શર્માના પતિ ગુરપ્રીતસિંહ પણ આઈએએસ અધિકારી છે અને ચંદીગઢમાં ફરજ બજાવે છે. પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
બિન્ની શર્મા પોતાની માતા અને બે બાળકો સાથે અહીં રહેતી હતી. સવારે બિન્નીની માતાએ રૂમમાં જોયું ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં પુત્રી મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ નીચે ઉતારીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો તેમજ રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો.
બજાજનગર સ્થિત એજી કોલોનીમાં રહેતી આઈઆરએસ બિન્ની શર્મા જયપુરના રેવન્યૂ વિભાગમાં ફરજ બજાવતી હતી. બિન્ની શર્માએ રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
રાજસ્થાનની રાજધાની જયપુરના બજાજનગર પોલીસ મથક વિસ્તારમાં સોમવારે રાત્રે એક મહિલા આઇઆરએસ અધિકારી બિન્ની શર્માએ ઘરકંકાસને કારણે આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. અધિકારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈટ નોટ પણ મળી આવી હતી.