શ્રીનગરમાં જામીયા મસ્જિદમાં IS સમર્થકોએ લહેરાવ્યો ઝંડો, મીરવાઈઝને મંચ પરથી ઉતારવાની કોશિશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2018 02:48 PM (IST)
1
શ્રીનગર: શ્રીનગરની જામિયા મસ્જિદમાં કેટલાક બુકાનીધારી લોકોએ ઈસ્લામિક સ્ટેટનો કાળો ઝંડો દેખાડયો હતો. કાશ્મીરના હુરિયત નેતા મીરવાઈઝ ઉમર ફારુક મસ્જિદમાં ભાષણ આપીને નિકળ્યા હતા અને એ પછી ભાષણના સ્થળે હંગામો શરૂ થયો હતો. આ હંગામા દરમિયાન કેટલાક બુકાનીધારીઓ ભાષણ આપવાની જગ્યાએ ચઢી ગયા હતા અને આઈએસનો કાળો ઝંડો લહેરાવ્યો હતો.
2
જામિયા મસ્જિદ શ્રીનગરના સંવેદનશીલ ગણાતા નોહટ્ટા વિસ્તારમાં આવેલી છે.અહીંયા ઝંડો લહેરાવવાની સાથે સાથે ભારત વિરોધી નારાજબાજી થઈ હતી. જોકે કેટલાક લોકોએ બુકાની ધારીઓને ઝંડો લહેરાવતા અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
3
ઉલ્લેખનીય છે કે આ જ મસ્જિદની બહાર જમ્મુ કાશ્મીર પોલીસના જવાન મહોમ્મદ ઐયુબ પંડિતની ટોળાએ હત્યા કરી હતી.