ISRO એ લોન્ચ કરી GSAT-29 સેટેલાઈટ, J&K અને પૂર્વોત્તર ભારતમાં ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે
ઇસરોના ચેરમેન કે સિવાને કહ્યું, “આ વિશેષ સેટેલાઇટ દૂરસ્થ સ્થાન પર સેવાઓ પ્રદાન કરશે. ખાસ કરીને ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયા કાર્યકર્મ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર ભારતમાં પોતાની સેવા પ્રદાન કરશે. ”આ સેટેલાઈટથી આ વિસ્તારોમાં હાઈસ્પીડ ઈંટરનેટમાં પણ ઘણી મદદ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંતરિક્ષમાં સતત એક પછી એક નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહેલી ઈન્ડિયન સ્પેશ રિચર્સ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)એ બુધવારે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. ઇસરોએ GSLV માર્ક-3 રોકેટની મદદથી GSET-29 નામના સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ સેટેલાઈટને બુધવારે સાંજે 5 વાગ્યે 8 મિનિટ પર શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંટરથી લોન્ચ કરવામાં આવ્યી હતી હતું. આ વર્ષે ઈસરોએ આ પાંચમો સેટેલાઈટ લોન્ચ કર્યો છે.
GSET-29 નવી અવકાશી ટેક્નોલોજીને ટેસ્ટ કરવામાં એક પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઈસરોના વડાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ પેલોડ્સ ઉપરાંત આ સેટેલાઈટ ત્રણ પ્રદર્શન ટેક્નિક, ક્યૂ એંડ વી બેંડ્સ, ઑપ્ટિકલ કોમ્યુનિકેશન અને એક હાઈ રિઝોલ્યૂશન કેમેરા પણ સાથે લઈ જશે. ભવિષ્યમાં સ્પેશ મિશન માટે પહેલીવાર આ ટેક્નિક્સનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. GSET-29 સેટેલાઈટનું વજન 3423 કિલોગ્રામ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -