✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંતરિક્ષની દુનિયામા ISROની વધુ એક ઉપલબ્ધિ, ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ IRNSS-1H આજે થશે લોન્ચ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2017 09:34 AM (IST)
અંતરિક્ષની દુનિયામા ISROની વધુ એક ઉપલબ્ધિ, ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ IRNSS-1H આજે થશે લોન્ચ
1

આ IRNSS-1H નૌવહન ઉપગ્રહ IRNSS-1A ની જગ્યા લેશે. જેણે ત્રણ રુબીડિયમ પરમાણુ (અટોમિક ક્લોક) કામ કરવાનું બંધ કરી દીધુ હતું. IRNSS-1A ‘નાવિક’ શ્રેણીના સાત ઉપગ્રહમાં સામેલ છે. ભારતીય ક્ષેત્રીય નૌવહન ઉપગ્રહ પ્રણાલી (IRNSS) એક સ્વતંત્ર ક્ષેત્રીય નૌવહન પ્રણાલી છે. જેમાં ભારતે અમેરિકાની જીપીએસ પ્રમાણે વિકસિત કર્યું છે. રૂપિયા 1,420 કરોડનો ખર્ચવાળો ભારતીય ઉપગ્રહ નૌવહન પ્રણાલી, નાવિકમાં નવ ઉપગ્રહ સામેલ છે. જેમાં સાત કક્ષામાં અને બે વિકલ્પના રૂપમાં છે. એક વિકલ્પ IRNSS-1H છે. આ સેટેલાઈટ 1,400 કિલોગ્રામથી પણ વધારે વજન ધરાવે છે.

2

IRNSS-1Hને ગુરુવારે સાંજે અંતરીક્ષમાં સ્થાપિત કરવામાં આવશે. તેના માટે બુધવારથી જ 29 કલાકની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોંચ પેડ પરથી સાંજે સાત વાગ્યો તેને લોન્ચ કરવામાં આવશે.

3

નવી દિલ્લી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો) વધુ એક ઉપલબ્ધિ મેળવશે. ઈસરો એક સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેને સંપૂર્ણ રીતે દેશના ખાનગી ક્ષેત્રએ મળીને તૈયાર કર્યો છે. બેંગલુરુની અલ્ફા ડિઝાઈન ટેકનોલોજીના ‘નાવિક’ શ્રેણીએ એક ઉપગ્રહ બનાવ્યો છે. જે દેશી જીપીએસની ક્ષમતા વધારશે.

4

વિતેલા ત્રણ દાયકામાં ઈસરો માટે આ પ્રથમ અવસર છે જ્યારે નેવિગેશન સેટેલાઈટ બનાવવાની તક ખાનગી ક્ષેત્રને આપ્યો, ઈસરોના ચેરમેન કિરણ કુમારે જણાવ્યું કે, અમે સેટેલાઈટ બનાવવા ખાનગી ક્ષેત્રોની મદદ લીધી છે. તેના માટે રક્ષા ઉપકરણોની અપૂર્તિ કરનાર બેંગલુરુના આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીને પ્રથમ તક મળી છે. 70 એન્જીનિયરોએ આકરી મહેનત બાદ આ સેટેલાઈટને તૈયાર કરી છે.

5

આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીએ બે સેટેલાઈટ તૈયાર કરી રહી છે. આ સેટેલાઈટ ભારતના દેશી જીપીએસ સિસ્ટમનો આઠમો સભ્ય બનશે. કર્નલ એચએસ શંકર એન્જિનિયરોની આ ટીમ લીડર છે. તેમણે જણાવ્યું કે, આ સેટેલાઈટને વિદેશોમાં બનાવનાર કોઈ પણ સેટેલાઈટના ખર્ચના મુકાબલે ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અંતરિક્ષની દુનિયામા ISROની વધુ એક ઉપલબ્ધિ, ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ IRNSS-1H આજે થશે લોન્ચ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.