2022 સુધી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાના PM મોદીના મિશનની તૈયારીઓ શરૂ, ઇસરોએ ચાલુ કર્યું કામ
નોંધનીય છે કે, આ પહેલા પણ ભારતના રાકેશ શર્મા અને કલ્પના ચાવલા જેવા અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર પોતાનો પગ મુકી ચૂક્યા છે, પણ તે મિશન ભારતનું પોતાનું મિશન ન હતું. 1984માં એક રશિયન અભિયાન અંતર્ગત શર્મા ચંદ્ર પર ગયા હતા જેના કારણે તેમને માત્ર ભારતના જ નહીં પણ રશિયાના પણ હીરો ગણવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, કલ્પના ચાવલા અમેરિકન સ્પેશ મિશન અંતર્ગત અંતરિક્ષમાં જવાવાળી પહેલી મહિલા હતી. વર્ષ 2003માં અમેરિકન સ્પેસ શટલ જ્યારે પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું તે દરમિયાન દૂર્ઘટના ઘટી અને નાશ પામ્યુ હતું. આ દૂર્ઘટનામાં ચાવલાને પોતાની જીવ ગુમાવવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ અંતરિક્ષમાં ભારતની વધતી તાકાત 2022માં વધુ મજબૂત થવાની શક્યતા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં 2022 સુધી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાની વાત કહી હતી, તેના પર હવે કામ શરૂ થઇ ગયું છે. મંગળયાનને સફળતાપૂર્વક મંગળ પર મોકલવાળા ઇસરોએ આ મિશન પર પણ કામ શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર અમેરિકા, રશિયા અને ચીન એવા દેશો છે જે સફળતાપૂર્વક લોકોને અંતરિક્ષમાં મોકલી શક્યા છે. ભારત જો આ મિશનમાં સફળ થઇ જશે તો તે આ અલિટ ક્લબનો ભાગ બની જશે. અંતરિક્ષમાં માણસ મોકલ્યા પહેલા ભારત માનવરહિત 2 ગગન યાનોને ત્યાં મોકલશે.
યોજના વિશે જે બતાવવામાં આવ્યુ છે તે અનુસાર, 2022માં ત્રણ ભારતીય અંતરિક્ષમાં 7 દિવસ માટે જશે. ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, અંતરિક્ષમાં કોઇપણ જઇ શકે છે. આ મિશનનુ કુલ ખર્ચ 10,000 કરોડ રૂપિયાની આસપાસ આવવાની સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -