દેશનો સૌથી વધુ વજનવાળો રોકેટ GSLV માર્ક-3 કરાયો લોન્ચ, વિશ્વમાં ભારતનો વધશે દબદબો
ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. જીએસએલવી માર્ક ૩ પોતાની ઐતિહાસિક ઉડાણ ભરી હતી. જીસેટ ૧૯ નામના સંચાર ઉપગ્રહને દરિયાઇ સપાટીથી ૩૫૭૮૫ કિમી ઉંચી જમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઇસરોની યોજના ૨૦૧૮માં જીસેટ ૧૧ છોડવાની છે. ત્યારબાદ ડેટાસ્પીડ ૧૪ જીબી પ્રતિ સેકન્ડ થઇ જશે. દેશની દૂરસંચાર વ્યવસ્થામાં મોટુ પગલું રહેશે. જીએસએલવી માર્ક ૩ રોકેટનું વચન ૨૦૦ હાથીના બરોબર છે અને ઉંચાઇ ૪૩ મીટર છે. સૌથી ભારે રોકેટ તરીકે આને ગણવામોં આવે છે જેથી આને ફેટબોય નામ અપાયું છે.
જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, અંતરિક્ષ કાર્યક્રમમાં માર્ક ૩ ગેમચેન્જર સાબિત થઇ શકે છે. રોકેટની સાથેસાથે સ્વદેશી ટેકનોલોજીથી ક્રાયોજનિક એન્જિન તૈયાર કરાયું છે. નવા રોકેટની સફળતાથી અંતરિક્ષમાં માનવ મોકલવાની ક્ષમતા હાસલ થઇ શકશે. ભારત દ્વારા એક પછી એક અંતરિક્ષના ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. પ્રતિબંધથી વિકસિતને લઇને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે.
જીએસએલવી માર્ક ૩ ભારતના પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત રોકેટ ક્રાયોજનિક એન્જિનમાં પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ માટે ભારતે ૧૧ ફ્લાઇટ અને ૨૦૦૦થી વધારે પરીક્ષણ કર્યા છે. જીએસએલવીના ઉપરના સ્ટેજ સી ૨૫નું ઇસરોએ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પરીક્ષણ કર્યું હતું. ચાર ટનના સેટેલાઇટને જીટીઓમાં લોન્ચિંગમાં સક્ષમ છે.
આ જીએસએલવી માર્ક ૩ની વિશેષતા એ છે કે, સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ૪૩.૪૩ મીટર લંબાઈ અને ૪ મીટરની પહોળાઈ ધરાવનાર આ રોકેટમાં અત્યાધુનિક ટેકનોલોજી છે. રોકેટની સાથે છોડવામાં આવનાર દૂરસંચાર ઉપગ્રહ જીસેટ ૧૯ આશરે ૩.૨ ટન વજન ધરાવે છે. આ રોકેટથી આઠ ટન વજન ધરાવનાર પેલોડને અર્થ પરિભ્રમણ કક્ષામાં ગોઠવી શકાય છે.
તમામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની જેના ઉપર નજર હતી તે સૌથી વધારે વજન ધરાવનાર ૬૪૦ ટનના રોકેટ જીએસએલવી માર્ક ૩ને લોંચ કરવામાં આવ્યો છે. આ વજન આશરે ૨૦૦ હાથીના બરોબર છે. સૌથી ગૌરવની બાબત એ છે કે, સ્વદેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક ૩ મારફતે ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેર્યું છે.
નવી દિલ્હીઃ વિશ્વનો સૌથી પાવરફુલ અને સૌથી વજનવાળો ઉપગ્રહ પ્રક્ષેપણ રોકેટ જીએસએલવી માર્ક-3 આજે લોન્ચ કરાયો છે. આ શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડથી આજે સાંજે 5.28 કલાકે લોન્ચ કરાયો. આ ઐતિહાસિક પ્રક્ષેપણ ચાર ટન શ્રેણીના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાની દિશામાં ભારત માટે નવી તકો ઉભી કરશે.