70થી વધુ વયના લોકોના ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયા હશે તો નહીં થાય તપાસ, સોર્સ જણાવવા પર નહીં થાય ખરાઈ
જો જમા રકમ આવકવેરા રિટર્ન સાથે મેળ ખાતી હોય તો વેરિફિકેશન આપોઆપ ત્યાં જ અટકી જશે. જો વેરિફિકેશન ન થાય કે શંકા જશે તો જમા રકમ મામલે સ્પષ્ટતા માગવામાં આવશે. તેમણે કહ્યું કે ૭૦ વર્ષ કે તેનાથી વધુ વયના લોકોના બેન્ક ખાતામાં જમા થયેલી રકમની મર્યાદા રૂપિયા પાંચ લાખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માત્ર વેરિફિકેશન છે, તપાસ કે એસેસમેન્ટ નથી. તેમણે કહ્યું કે વેરિફિકેશન ઓનલાઈન કરવાનું છે અને ૭૦ વર્ષ સુધીની વયની જે વ્યક્તિએ અઢી લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવી છે તેમણે આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને જમા કરાવેલી રકમના સ્રોત વિશે માહિતી આપી દેવી જોઈએ.
અધિકારીએ કહ્યું હતું કે ગભરાવાનું કોઈ કારણ નથી. અમે ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન બેન્ક ખાતામાં જમા કરાવનારા દરેક ખાતેદાર પાછળ નથી પડવાના.
નવી દિલ્હીઃ નોટબંધી દરમિયાન 70 વર્ષથી વધારેની ઉંમરના લોકો દ્વારા પોતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવલ પાંચ લાખ રૂપિયા સુધની જમા રકમ પર આવકવેરા વિભાગ કોઈ તપાસ નહીં કરે. જોકે, અન્ય લોકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -