મુખ્યમંત્રી બનેલા કોંગ્રેસના આ નેતાએ નરેન્દ્ર મોદીને લોકસભાના સભ્યપદે શપથ લેવડાવેલા ને શું કહેલું?
પ્રોટેમ સ્પીકર હોવાને નાતે કલમનાથે નવા બનેલા તમામ સંસદસભ્યોને સાંસદ તરીકેના શપથ લેવડાવ્યા હતા. આમ પ્રધાનમંત્રી મોદીને પણ સાંસદ તરીકેના શપથ કમલનાથે લેવડાવ્યા હતા. કમલનાથે ત્યારે કહ્યું હતું કે, અત્યાર સુધી મોદી સામે હું શપથ લેતો હતો પરંતુ આ વખતે મેં તેમને શપથ લેવડાવ્યા છે. સાંસદોને શપથ લેવડાવ્યા બાદ સ્પીકરની ચૂંટણી થઈ હતી અને તેમાં સર્વસંમત્તિથી સુમીત્રા મહાજનને સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનનાર કમલનાથે એક સમયે પ્રધાનમંત્રી મોદીને સાંસદ તરીકને શપથ લેવડાવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ જ સત્ય છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ સ્પીકરની પસંદગી થઈ ન હતી ત્યાં સુધી કોંગ્રેસના કમલનાથને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: ત્રણ રાજ્યમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથે મુખ્યમંત્રી બનતા જ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી.
કમલનાથની ક્ષમતા અને તેની આવડતને લઈને વિરોધીઓને કોઈ શંકા નથી. એ વાત બીજી છે કે કમલનાથ લોપ્રૉફાઇલમાં રહેવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ સંજય ગાંધીના સ્કૂલના મિત્રો હતા. તેમની મિત્રતા સ્કૂલથી શરૂ થઈ અને મારૂતિ કાર બનાવવાના સપના સાથે યુવા કૉંગ્રેસની રાજનીતિમાં આવી પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -