છોકરીઓ છે વસ્તુ, તેમની ભૂલથી જ થાય છે 95 ટકા ગુના, જૈન મુનિનું વિવાદિત નિવેદન
સીકર જિલ્લા મુખ્યાલયમાં ચાતુર્માસ કરી રહેલા જૈન મુનિ વિશ્રાંત સાગરે જણાવ્યું હતું કે, આજના સમયમાં છોકરીઓએ ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે. છોકરીઓએ તેમના પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેની ઇજ્જત બચાવીને રાખવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીકરઃ જૈન મુનિ વિશ્રાંત સાગરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દેશભરની છોકરીઓને વસ્તુ ગણાવી છે અને તેમને સંયમિત રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ગુનાઓની ઘટનામાં 95 ટકા છોકરીઓ જ જવાબદાર હોવાનું પણ કહ્યું છે.
જૈન મુનિએ છોકરીઓને વસ્તુ પણ ગણાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આજના સમયમાં છોકરીઓએ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવવાના બદલે સંસ્કાર સાથે શિક્ષણ લેવું જોઈએ. એક અહેવાલમાં ભારતને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ ગણાવાયો છે. તેવા જ સમયે મુનિનું નિવેદન આવ્યું છે, જેનાથી વિવાદ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -