17 વર્ષ પહેલા પણ આતંકી હુમલામાં 30 અમરનાથ યાત્રિઓ માર્યા ગયા હતા, જાણો ક્યારે ક્યારે થયા છે હુમલા
- 2006માં આતંકીઓએ ફરી એક વખત અમરનાથ પ્રવાસીઓને નિશાન બનાવ્યા, આ હુમલામાં એક શ્રદ્ધાળુનું મોત થઈ ગયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App- 09 ઓગસ્ટ 2002ના રોજ જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ પ્રવાસીઓના એક કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો. દસથી વધારે લોકો માર્યા ગયા અને ત્રીસથી વધારે લોકો ઘાયલ થયા.
- જુલાઈ 2002માં આતંકીઓએ જમ્મૂ પાસે યાત્રિઓ પર હેન્ડગ્રેનેડ ફેંક્યા અને બાદમાં ગોળીબાર કર્યો. બે યાત્રી માર્યા ગયા અને બે ઘાયલ થયા હતા.
- વર્ષ 2001માં એક કેમ્પ પર આતંકીઓએ બે હેન્ડગ્રેન્ડ ફેંક્યા, બાર લોકો માર્યા ગયા અને 15 લોકો ઘાયલ થયા હતા.
- વર્ષ 2000માં પહેલગામ બેસ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 30 શ્રદ્ધાળુ માર્યા ગયા અને 60થી વધારે ઘાયલ થયા.
એવું નથી કે અમરનાથ યાત્રિઓ પર પ્રથમ વખત હુમલો થયો છે. આ પહેલા 2000માં શ્રદ્ધાળુઓ પર મોટો આતંકી હુમલો થયો હતો. જાણો ક્યારે ક્યારે આતંકીઓએ અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થા એટલી કડક છે કે ચકલું પણ ન ફરકી શકે. 25 જુલાઈના રોજ આવેલ ઇન્ટેલિજન્સ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, પ્રવાસીઓ પર હુમલો થઈ શકે છે. આ અહેવાલમાં 100થી વધારે પ્રવાસીઓને નિશાન બનાવવાની વાત હતી, પરંતુ શ્રદ્ધાળુઓની સુરક્ષામાં ચૂક સામે આવી જ ગઈ છે.
નવી દિલ્હીઃ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર મોટો આતંકી હુમલો થયે છે. આ હુમલામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓના આ હુમલાને ભાજપ અને પીડીપીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી નાખી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી અમરનાથ યાત્રિઓને નિશાન બાવીને હુમલાના ઇનપુટ પહેલેથી જ હતા, પરંતુ સરકારના તમામ દાવા ફેલ સાબિત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -