જમ્મુ-કાશ્મીરમાં મહબૂબા મુફ્તીની સરકારથી અલગ થવા પાછળ ભાજપે કયું કારણ બતાવ્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર: ભાજપે આજે મોટો ધડાકો કરતાં જમ્મુ અને કાશ્મીરની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના મોટા નેતાઓ સાથે બેઠક કર્યા બાદ બીજેપીએ સમર્થન પરત ખેંચી છે. આ અંગે ભાજપના જમ્મુ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે આજે આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખયની છે કે ત્રણ વર્ષ પહેલા આ સરકાર બની હતી તે સમયે ખંડિત જનાદેશ હતો. જમ્મુ વિસ્તારમાં બીજેપી તો કાશ્મીર ઘાટીમાં વધારે સીટો પીડીપીને મળી હતી. ચાર મહિનાની કવાયત બાદ બન્ને પક્ષે એક કોમન મિનિમન પ્રોગ્રામ બનાવીને સરકાર રચી હતી.
તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જે પરિસ્થિતિ જોઈને પાર્ટીએ આ અંદાજ લગાવ્યો હતો. ગૃહ મંત્રાલય, તમામ એજન્સીઓના ઈનપુર લીધા બાદ જ બીજેપીએ આ નિર્ણય લીધો છે. બીજેપી માટે આ ગઠબંધનમાં આગળ ચાલવું સંભવ નથી. પાર્ટીએ પ્રદેશ નેતૃત્વ અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે આ ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, દેશની અખંડતા અને સુરક્ષાના વ્યાપક હિતોને જોતા કાશ્મીરને દેશનો અખંડ હિસ્સો માનતા બીજેપીએ આ નિર્ણય લીધો છે અને રાજ્યમાં ગર્વનરનું શાસન લગાવીને પરિસ્થિતિમાં સુધારા પર વિચાર કરવામાં આવ્યો છે.
બીજેપી પ્રવક્તા રામમાધવે આની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, પીડીપીના ઈરાદાઓ પર સવાલો નથી કરતો પરંતુ રાજ્ય સરકાર અસફળ રહી છે. જમ્મુ અને લદ્દાખના વિકાસમાં બીજેપીના મંત્રીઓને અડચળો ઊભી થતી હતી. ઘણા વિભાગોમાં કામના સાદરથી જમ્મુ અને લદ્દાખની જનતાની સાથે ભેદભાવ મહેસૂસ કરી રહી હતી.
રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની બગડતી હાલતના કારણે પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. પીડીપી ઈચ્છતી હતી કે સિઝફાયરને આગળ વધારવામાં આવે અને હુર્રિયત સાથે વાતચીત થાય. પરંતુ બીજેપીનો કેન્દ્રીય નેતૃત્વ આ મુદ્દે સહમત નહતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -