મોદીનો બૂલેટ ટ્રેનનો ડ્રીમ પ્રૉજેક્ટ અટક્યો, જાપાને ફન્ડિંગ રોકતા કહ્યું- પહેલા દેશના ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપો
એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટથી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન અધિગ્રહણનો મામલો વિવાદોમાં પડ્યો છે. આ વિવાદને જોતા કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી છે, જ્યારે જાપાની કંપનીએ ફન્ડ રોકતા કહ્યું છે કે, મોદી સરકારે પહેલા ખેડૂતોના પ્રશ્નો હલ કરવા જોઇએ.
જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રૉજેક્ટ પર આગળ વધતા પહેલા દેશના ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.
જીકા જાપાન સરકારની એજન્સી છે અને તે જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નીતિઓનુ નિર્ધારણ કરે છે. જ્યારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) એ ભારતમાં બૂલેટ ટ્રેનની જવાબદારી લીધી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૂલેટ ટ્રેનના ડ્રીમ પ્રૉજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રૉજેક્ટનુ ફન્ડિંગ કરવા વાળી જાપાની કંપની જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીકા)એ બૂલેટ ટ્રેન નેટવર્ક માટે ફન્ડિંગ અટકાવી દીધું છે.