Jioએ લોન્ચ કરી નવી ઓફર, માત્ર 49 રૂપિયામાં છે ખાસ પ્લાન, જાણો વિગત
આ જ રીતે 149 રૂપિયામાં 42GB ડેટા, 349 રૂપિયામાં 105GB ડેટા, 399 રૂપિયામાં 126GB ડેટા અને 449 રૂપિયામાં 136GB ડેટા ગ્રાહકોને મળશે. આમાં કોલિંગ અને SMSનો ફાયદો પણ પહેલાની જેમ જ યથાવત્ જ રહેશે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, દેશમાં ફીચર ફોનનો ઉપયોગ કરનારા 50 કરોડ ગ્રાહકોને ડીજીટલ આઝાદીના લક્ષ્ય તરફના પ્રયાસોને આ રીપબ્લિક-ડે ઓફરથી વધુ બળ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, એવા યુઝર્સ કે જે હાલમાં ફોન, ડેટા અને વોઈસ કોલનો ખર્ચ વધુ પડે છે.
આ ઉપરાંત કંપનીએ રીપબ્લિક-ડે ઓફર્સ હેઠળ રૂ. 98ના પેકની વેલિડિટી 14 દિવસથી વધારીને 28 દિવસ કરી દીધી છે. આ સાથે 26 જાન્યુઆરીથી દૈનિક 500 એમબી વધુ ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જિયોફોન યુઝર્સ માત્ર 49 રૂપિયામાં 28 દિવસ સુધી મફત વોઈસ કોલની સાથે અનલિમિટેડ ડેટા (1જીબી હાઇ સ્પીડ)નો ઉપયોગ કરી શકશે. 49 રૂપિયા ઉપરાંત કંપનીએ 11, 21, 51 અને 101 રૂપિયાના પ્લાન પણ રજૂ કરવામાં આવ્યા છે.
આ પ્લાન અનુસાર, 49 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ડેટા અને અનિલિમિટેડ કોલિંગ મળશે. 1 જીબી ડેટા પૂરો થયા પછી ડેટાની સ્પીડ ઘટશે.
નવી દિલ્હી: ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ડેટા વોર છેડનારી રિલાયન્સ જિયોએ રીપબ્લિક-ડે પર વધુ એક ઓફર શરૂ કરી છે. આ ઓફર પ્રમાણે ગ્રાહકને માત્ર રૂ. 49માં 1 મહિના માટે અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા મળશે. જોકે, આ ઓફરનો ફાયદો એવા યુઝર્સને મળશે કે જે ફીચર ફોન યુઝ કરે છે. આ ઓફર 26 જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે. તેને ટેલિકોમ ઇતિહાસનો સૌથી સસ્તો પ્લાન કહેવામાં આવે છે.
ટેલિકોમ ઇન્ફો દ્વારા મળતી માહિતી મુજબ જિઓનો નવો પ્લાન 98 રૂપિયાથી લઇ 498 રૂપિયા સુધીનો હશે. ખાસ વાત તો એ છે કે જિઓએ દરેક પ્લાનની કિંમત 50 રૂપિયા ઓછી કરી દીધી છે.