આતંકીઓના અચ્છે દિન ખતમ, સરકારે સેનાને કહ્યું- રમઝાન પુરો થયો હવે કરો આતંકીઓનો ખાત્મો

દુઃખી પિતા હનિફે કહ્યું કે, 'ફૌઝી યા તો મારતા હૈ યા મરતા હૈ, લોકો પોતાના બાળકોને સેનામાં મોકલાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.' હનિફન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા કહ્યું કે, 'કેન્દ્ર સરકાર મારા પુત્રની શહીદીનો બદલો લે.'
આ દરમિયાન સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓ દ્વારા અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, એટલું જ નહીં કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારી પર પણ આતંકીઓએ હુમલો કર્યો અને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ બધાને જોઇને હવે સેના આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચાલુ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત સરકારે આ નિર્ણય લીધો છે કે સુરક્ષાદળોને રમઝાનના મહિનામા શાંતિ રાખી અને ખાસ પગલુ નથી ભર્યું. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરની શાંતિપ્રિય પ્રજાના હિતમાં લેવામાં આવ્યો હતો, જેથી રમઝાનના પાક મહિનામાં અનુકુળ વાતાવરણ બને. પણ સરકારે હવે સુરક્ષાદળોના હાથ પુરેપુરા ખોલી દીધા છે.
નવી દિલ્હીઃ સરકારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટને ફરીથી ચાલું કરવાની જાહેરાત કરી દીધી છે. સેનેઆ રમઝાન પર એકતરફી સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી પણ રમઝાન દરમિયાન કેટલાય આતંકી હુમલાઓને જોતા સીઝફાયર પર સવાલ ઉઠી રહ્યાં હતાં. સરકારે નિર્ણય લીધો છે કે આતંકીઓ વિરુદ્ધ ફરીથી ઓપરેશન શરૂ થશે.
નોંધનીય છે કે, શહીદ ઔરંગઝેબના પિતા, ભાઇ અને ગામલોકોએ પણ આતંકવાદીઓ સામે કડકાઇથી પગલા ભરવાની માંગ કરી હતી. તેમને સરકારને કહ્યું કે, 'ખુનનો બદલો ખુન'થી લેવાની માંગ કરી.
રાજનાથે સિંહે કહ્યું કે, સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત બનાવવા માટે સરકારનો પ્રયાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રમજાન દરમિયાન સીઝફાયર પર લેવામાં આવેલા નિર્ણય બાદ આતંકીઓ, પથ્થરબાઝ અને પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ રહી હતી. સેનાના જવાનો પર પથ્થરમારો અને હુમલાઓ સતત વધી રહ્યાં હતા.