જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 24 બેઠકો કેમ ખાલી રખાય છે?
નોંધનીય છે કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ચૂંટણી થતી નથી. આ વિસ્તાર ભારતનો જ છે એવું બતાવવા માટે પ્રતિકાત્મક રીતે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી યોજાય છે. એ રીતે 87 બેઠકોની વિધાનસમાં સરકાર બનાવવા માટે સરકાર પાસે 44 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ 111 વિધાનસભા બેઠક છે જે પાકી માત્ર 87 સીટ પર જ ચૂંટણી થાય છે. કારણ છે કે જમ્મુ કાશ્મીરનો બધોજ પ્રદેશ ભારતનો છે. અને 24 બેઠકો એવી છે જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની છે. બધો જ પ્રદેશ ભારતનો હોઈ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પ્રજાને પણ કાશ્મીરની વિધાનસભામાં પોતાના પ્રતિનિધી મોકલવાનો હક છે.
બુધવારે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. તેનાથી રાજ્યમાં ફરી અસ્થિરતા આવી છે. રાજ્યમાં 12 વર્ષથી ગઠબંધન સરકારોનો દોર ચાલ્યો છે, પરંતુ કોઈ સરકાર કાર્યકાળ પૂરો કરી શકી નથી. આ પહેલાં રાજ્યમાં નેશનલ કોન્ફરન્સનો જ દબદબો રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ચૂંટણી થઈ છે જ્યારે 7 વખત રાજ્યપાલ શાસન આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -