✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોમ્બે હાઉસ બહાર હોબાળો: મિસ્ત્રીની સિક્યોરિટી સાથે ઝપાઝપીમાં ફોટોગ્રાફરો ઘવાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Nov 2016 08:27 AM (IST)
1

તે સિવાય માર્કેટીંગ વિભાગના હરીશ ભટ્ટને ટાટા બ્રાન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે બિઝનેસ ડેવલપમેન્ટ અને સ્ટ્રેટેજીને લગતુ કામ પણ સંભાળશે. પદ્મનાભન પાસે હ્યુમન રિસોર્સ સિવાય ટાટા બિઝનેસ એક્સલેન્સ ગ્રુપના નેતૃત્વની જવાબાદારી પણ પહેલાની જેમજ રહેશે. ટાટાએ જણાવ્યું કે ગોપીચંદ કત્રાગદ્દા ગ્રુપ ચીફ ટેક્નોલોજી ઓફીસર તરીકે યથાવત રહેશે જ્યારે સંજય સિંઘ દિલ્હીમાં પબ્લિક અફેર્સની જવાબદારી સંભાળશે. મિસ્ત્રી દ્વારા નિર્મિત એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો નિર્મલ્યા કુમાર, એન.એસ. રાજન અને મધુ કાનન પહેલાથી સર્વિસ છોડી ચૂક્યા છે.

2

મિસ્ત્રીના ચેરમેન પદેથી હટ્યાના એક અઠવાડિયા બાદ ટાટા સન્સ દ્વારા શુક્રવારે એક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એસ. પદ્મનાભનને હ્યુમન રિસોર્સ વિભાગના ગ્રુપ હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મિસ્ત્રી હસ્તક કામ કરી ચૂકેલા મુકુન્દ રાજનને ઓવરસીઝ કાર્યભાર આપવામાં આવ્યો છે જેમાં તે ટાટા સન્સની અમેરિકા, સિંગાપોર, દુબઇ અને ચીનમાં આવેલી ઓફિસનું કામકાજ સંભાળશે. તેની સાથે એથિક્સ અને સસ્ટેનીબીલીટીની જવાબદારી હાલ મુકુન્દ રાજનના શિરેજ છે.

3

ટાટા ગ્રૂપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડની બોર્ડ મિટિંગ વખતે આ ઘટના બની હતી. કેટલાક ફોટોગ્રાફરો કોર્ડન એરિયાની બહાર જતા રહેતાં આ ઘર્ષણ થયું હતું. સ્થિતિને અંકુશમાં લેવા સિક્યોરિટી ગાર્ડસે ફોટોગ્રાફરો સાથે ઝપાઝપી કરી હતી. માતા રમાબાઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.

4

મુંબઈઃ તાતા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના સિક્યોરિટી ગાર્ડસ અને ફોટોગ્રાફરો વચ્ચે શુક્રવારે ટાટા સન્સના મુખ્યાલય (બોમ્બે હાઉસ) ખાતે ઘર્ષણ સર્જાયું હતું જેમાં કેટલાક ફોટોગ્રાફરોને ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે ટ્વિટર પર થયેલા વાયરલ વીડીયોમાં એ જોવા મળે છે કે ત્રણથી ચાર સુરક્ષાકર્મીઓ તે ફોટોગ્રાફરને ઘેરીને માર મારી રહ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બોમ્બે હાઉસ બહાર હોબાળો: મિસ્ત્રીની સિક્યોરિટી સાથે ઝપાઝપીમાં ફોટોગ્રાફરો ઘવાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.