✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જજ લોયા મૃત્યુ કેસમાં અમિત શાહનું નામ લેવાતાં જ સુપ્રીમ કોર્ટે વકીલને તતડાવીને શું કહ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2018 11:56 AM (IST)
1

દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે અખબારોના અહેવાલોના આધારે નહીં પણ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેના આધારે જ કેસની સુનાવણી કરીશું માટે જે પણ ડોક્યુમેન્ટ જમા નથી થયા તેને જમા કરાવો. આ કેસમાં આગામી સુનાવણી બીજી ફેબ્રુઆરીએ થશે.

2

મહારાષ્ટ્ર સરકાર વતી હરીશ સાલ્વે દલીલો કરી રહ્યા હતા. તેમણે અમિત શાહનું નામ લેવાતાં જ વિરોધ કર્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા પણ જજ લોયાના નિધન બાદ આવેલા અન્ય જજે અમિત શાહને આરોપોથી મુક્ત કર્યા હતા.

3

સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું હતું કે જસ્ટિસ લોયા મૃત્યુ કેસ ગંભીર છે. આ કેસમાં જે પણ પીટીશન કે પીઆઇએલ અન્ય કોર્ટોમાં દાખલ થઇ હોય તે બધી જ હવે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થશે.

4

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, હાલ તો જસ્ટિસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે કોઇનું નામ આ રીતે ન લઇ શકાય. અમિત શાહનું નામ લેવા સામે સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી અને તેમનું નામ નહીં લેવા સ્પષ્ટ સૂટના આપી હતી.

5

આ એસોસિએશને જ બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ લોયા કેસની તપાસની પીટીશન દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે અમિત શાહનું નામ લેવા સામે વાંધો લીધો હતો. સુપ્રીમ કોર્ટે લોયા કેસને અતી ગંભીર ગણાવ્યો પણ દવેને ટકોર કરતાં કહ્યું હતું કે, આ કેસમાં અમિત શાહનું નામ લેવું યોગ્ય નતી કેમ કે અમિત શાહ પક્ષકાર નથી.

6

સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે અરજદાર બોમ્બે લોયર્સ અસોસિએશન વતી દલીલો કરતી વેળાએ વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધુ હતું. તેમણે આક્ષેપ કર્યો કે અમિત શાહને બચાવવા માટે બધુ પાર પાડવામાં આવ્યું છે.

7

સુપ્રીમ કોર્ટના ચીફ દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને બનેલી બેંચ આ દરેક પીટીશનની સુનાવણી કરશે. સાથે જે પણ હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે તેના પર રોક લગાવી દેવાઇ છે. 2014માં જસ્ટિસ લોયાનું નિધન થયું હતું, તેઓનું જ્યારે નિધન થયું ત્યારે તેઓ સોહરાબુદીન ફેક એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહ્યા હતા.

8

નવી દિલ્લીઃ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બી.એચ. લોયાના મૃત્યુને મુદ્દે થઈ રહેલા આક્ષેપોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જજ લોયાના પરિવાજનોએ લોયાની હત્યા થઇ હોવાના આક્ષેપો લગાવ્યા છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે બે અરજીઓ બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • જજ લોયા મૃત્યુ કેસમાં અમિત શાહનું નામ લેવાતાં જ સુપ્રીમ કોર્ટે વકીલને તતડાવીને શું કહ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.