સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિમણૂક, 3 ઓક્ટોબરે સંભાળશે પદ
18 નવેમ્બરે 1954માં જન્મેલા જસ્ટિસ ગોગોઈએ 1978માં વકાલતની શરૂ કરી હતી. તેમણે સંવૈધાનિક, ટેક્સેશન અને કંપની મામલોમાં ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકાલત કરી હતી. રંજન ગોગોઈની 22 ફેબ્રુઆરી 2001ના રોજ ગુવાહાટી હાઇકોર્ટમાં પરમનેન્ટ જજના રૂપમાં નિમણુક કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્તમાનમાં જસ્ટિસ મિશ્રા પછી જસ્ટિસ ગોગોઈ સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ ગોગોઈ અસમના રહેવાસી છે અને તેમણે એનસીઆર પર સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચની અધ્યક્ષતા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ નિણર્યોમાં તે સામેલ રહ્યા છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે રંજન ગોગોઈની નિમણુક કરવામાં આવી છે. રંજન ગોગોઈ 3 ઓક્ટોબરે પોતાનું પદ સંભાળશે. જસ્ટિસ ગોગોઈ વર્તમાન સીજેઆઈ દીપક મિશ્રાનું સ્થાન લેશે. જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે જસ્ટિસ રંજન ગોગોઈની આગામી ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરી છે. તેઓ 46માં ચીફ જસ્ટિસ બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -